ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખૂટી જતા લોકોમાં નારાજગી - બનાસકાંઠાના સમાચાર

બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત વર્તાતી હતી પરંતુ હવે કોરોના માટે રક્ષા કવચ ગણાતી કોરોના વેક્સિન પણ નથી. છેલ્લા ત્રણ દિવસથી કોરોના રસીનો જથ્થો જિલ્લામાં ન આવતા રસીકરણની પ્રક્રિયા સદંતર બંધ થઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનનો જથ્થો ખૂટી જતા લોકોમાં નારાજગી

author img

By

Published : May 3, 2021, 5:25 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં વધારો
  • સરકારે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહ્વાન કર્યું
  • બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનનો જથ્થો ન પહોંચતા સર્જાઈ અછત

બનાસકાંઠાઃ હાલમાં સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે વધેલા કોરોના વાઇરસના કેસના કારણે તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઊભરાઈ રહી છે. આ ઉપરાંત વધતા જતા કોરોના દર્દીઓના કારણે અનેક લોકોને સમયસર સારવાર પણ મળી નથી. જેના કારણે અત્યાર સુધી કોરોના વાઇરસના સકંજામાં અનેક જિંદગીઓ હોમાઈ છે.

સરકારે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહ્વાન કર્યું

આ પણ વાંચોઃ વડોદરા શહેરના એક સેન્ટર પર વેક્સિન લીધા વગર જ સર્ટીફીકેટ ઇશ્યુ કરાયું

1 લાખથી વધુ લોકોને વેક્સિન મૂકવામાં આવી

હવે કોરોના વાઇરસના કેસ વધુ આગળ ન ફેલાય તે માટે સરકાર દ્વારા તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી છે. જેમાં અત્યાર સુધી લાખો લોકોને કોરોના વેક્સિન આપી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સુરક્ષિત રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને અત્યાર સુધી એક લાખથી પણ વધુ લોકોને બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસ વેક્સિન આપી દેવામાં આવી છે. સતત લોકો કોરોના વાઇરસની લડાઈમાં જીત મેળવે તે માટે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વધુમાં વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે આજે સોમવારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના તમામ આરોગ્ય સેન્ટરો પર સવારથી જ લોકો વેક્સિન લેવા માટે લાઈનોમાં ઉભા થઇ ગયા હતા.

બનાસકાંઠા જિલ્લામાં વેક્સિનનો જથ્થો ન પહોંચતા સર્જાઈ અછત

વેક્સિનનો જથ્થો ખૂટી જતાં લોકો થયા નારાજ

તાજેતરમાં જ સરકારે 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને રસીકરણ માટે આહ્વાન કર્યું છે. જેમાં બનાસકાંઠા જિલ્લો બાકાત છે. બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષથી ઉપરના લોકોને રસી આપી શકાય તે માટે પણ રસીનો જથ્થો નથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી રસીનો જથ્થો પહોંચવો જોઈએ એ પહોંચ્યો નથી. જેના કારણે તમામ રસીકરણ કેન્દ્રો પણ લોકોની કતારો લાગી છે. લોકો વહેલી સવારથી વેક્સિન લેવા માટે લાઇનમાં ઊભા રહે છે. વેક્સિન ન હોવાથી રસીકરણ થઈ શકતું નથી.

સરકાર માત્ર જાહેરાતો કરે છેઃ સ્થાનિક લોકો

લોકો પણ સરકાર સામે આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર માત્ર જાહેરાતો કરે છે. તેની સામે રસીકરણ માટે વ્યવસ્થા થવી જોઈએ તે થતી નથી. લોકો હાલાકી ભોગવી રહ્યા છે. સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આજે સોમવારે તમામ સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી સવારથી જ લોકો વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટી જતા લોકોમાં નારાજગી જોવા મળી હતી.

આ પણ વાંચોઃ જામનગર: પ્રણામી ગ્લોબલ સ્કૂલ ખાતે કોરોના પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનનો જથ્થો પહોંચતો નથી

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનનો જથ્થો પહોંચતો નથી. જેનો સ્વીકાર ઇન્ચાર્જ જિલ્લા અધિકારી જીગ્નેશ હરિયાણી પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓને વેક્સિન માટે જે 10 જિલ્લાઓમાં વેક્સિનની જાહેરાત કરી છે તેમાંકથી બનાસકાંઠા જિલ્લો બાકાત છે. 45 વર્ષથી ઉપરના લોકો માટે પણ જિલ્લામાં જે વેક્સિન આવવી જોઈએ તે જથ્થો છેલ્લા ત્રણ દિવસથી આવ્યો નથી. જેના કારણે વેક્સિન વિના રસીકરણની પ્રક્રિયા સ્થગિત થઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.