પાલનપુરઃ થરાદ પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 144 જેની કિંમત રૂપિયા 1,44,000 ના મુદ્દામાલ સાથે બે આરોપી હિંમતભાઈ લાલજીભાઈ અને જગદીશભાઈ વીરાભાઇ ઠાકોરને ઝડપી પાડ્યા છે.
જે.આર મોથલીયા IGP બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતિ નાબૂદ થાય તે અંગે કડક કાર્યવાહી કરી રહ્યાં છે. તેમની સુચના અનુસાર તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક પૂજા યાદવ થરાદ અને જે.બી. ચૌધરી પોલીસ ઇન્સ્પેકટરના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. એસ.એ જાલોરી તથા હે.કોન્સ. આયદાન ભાઈ ગજાભાઈ તથા અ.પો.કોન્સ. રામજીભાઈ માદેવાભાઈ તથા હીરાભાઈ જગાભાઈનાઓ થરાદ પોલીસ સ્ટેશનના નારોલી ઓપી વિસ્તારમાં પ્રોહી પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન મળેલી બાતમીને આધારે રડકા મેઈન કેનાલ ઉપર નાકાબંધી કરી હિંમતભાઈ લાલજીભાઈ તથા જગા ઉર્ફ જગદીશભાઈ વીરાભાઇ ઠાકોર પોતાના કબ્જા ભોગવટાની મારુતિ સુઝુકીની બલેનો ગાડીમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો દારૂ લઈ જઈ રહ્યાં હતાં. પોલીસે તેમની તપાસ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 144 જેની કિમત રૂપિયા 1, 44,000 તથા મારુતિ સુઝુકીની બલેનો ગાડી તથા મોબાઇલ ફોન સાથે કુલ મુદ્દામાલ 2,48,000નો મુદ્દામાં જપ્ત કર્યો હતો.
પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપી રાજસ્થાન રાજયમાંથી ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચતાં હતા. જેના વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી છે.