બનાસકાંઠાઃ લોકડાઉન વચ્ચે પણ બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી યથાવત છે. જેમાં આજે થરાદ પાસે આવેલી ખોડા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક સહિત 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી થરાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા સહિત સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં પણ દારૂની હેરાફેરી યથાવત છે. જેમાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક પણ બંધ રહ્યું નથી. તે દરમિયાન આજે થરાદ પાસે આવેલી ખોડા ચેકપોસ્ટ પરથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ગુસાડવાનો પ્રયાસ કરતી આઈશર ટ્રકને પોલીસે ઝડપી પાડી છે.
ટ્રકની તપાસ કરતા તેમાંથી 100 પેટી દારૂ ઝડપાયો હતો. થરાદ પોલીસે હાલમાં દારૂ અને ટ્રક સહિત 10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ટ્રક ચાલક નરપત સવાજી રબારીની અટકાયત કરી છે. જો કે, પોલીસે તપાસ દરમિયાન અન્ય એક આરોપી પ્રકાશજી ઠાકોર ફરાર થવામાં સફળ રહ્યો હતો. થરાદ પોલીસે હાલમાં 2 આરોપીઓ સામે ગુનો નથી વધુ તપાસ હાથ ધરી છે.