ETV Bharat / state

Thara municipal elections : 20 બેઠકો માટે મતદાન શરૂ થયું - નગરપાલિકાની ચૂંટણી ના સમાચાર

બનાસકાંઠામાં થરા નગરપાલિકાની ચૂંટણી માટે આજે સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 20 બેઠકો માટે કુલ 15 કેન્દ્રો પર ભારે ઉત્સાહ સાથે મતદારો મતદાન કરી રહ્યા છે.

Thara municipal elections : 20 બેઠકો માટે મતદાન શરૂ થયું

author img

By

Published : Oct 3, 2021, 1:52 PM IST

  • થરા નગરપાલિકા ચૂંટણીનું મતદાન શરૂ
  • 20 બેઠકો માટે મતદાન શરૂ થયું
  • મહિલાઓ અને પુરૂષોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો
  • 15 કેન્દ્રો પર 11,400 મતદાન કરશે

થરા: થરા નગરપાલિકા માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. નગરપાલિકાની 24 માંથી 4 બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા થયું છે. જેથી 20 બેઠકો માટે આજે સવારથી મતદાન શરૂ થયું છે. થરા નગર પાલિકામાં કુલ 15 કેન્દ્રો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાંથી બે કેન્દ્ર અતિસંવેદનશીલ છે, જ્યારે કુલ 11,400 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સદસ્યો ચૂંટશે.

ચૂંટણીને લઈ મતદારોમાં ઉત્સાહ

થરા નગરપાલિકાની આજે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ 15 કેન્દ્ર પર મતદારો પોતાના ઉમેદવારને મત દાન આપવા માટે પહોંચી ગયા હતા. ખાસ કરીને સૌથી વધુ સવારથી જ મહિલાઓને જોવા મળી હતી. આમ આજે થરા નગરપાલિકાની ચુંટણીને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને સવારથી જ પુરુષો સાથે સાથે મહિલાઓની પણ લાંબી કતારો મતદાન માટે ઉમટી પડી હતી.

Thara municipal elections : 20 બેઠકો માટે મતદાન શરૂ થયું

વહીવટી તંત્ર બંદોબસ્ત

થરા ખાતે આજે યોજાયેલી ચૂંટણીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને પોલીસ જવાનો સહિત કુલ 300 જેટલા કર્મચારીઓની નિગરાની હેઠળ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે.

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી LIVE: સવારે 11:30 સુધીમાં 17.54 ટકા મતદાન

આ પણ વાંચો : ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી: જાણો ક્યાં ક્યાં મતદાતાઓને પડી હાલાકી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.