અંબાજીઃ વિધાનસભામાં વિરોધપક્ષ નેતા સુખરામ રાઠવા આજે માતાજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે મા અંબાના દર્શન માટે શક્તિપીઠ અંબાજી પહોંચ્યા (Sukhram Rathva At Ambaji ) હતાં. સર્કીટહાઉસથી કોંગ્રેસના કાર્યકર્તાઓનાં વિશાળ કાફલા સાથે માતાજીના ઘોષ સાથે પગપાળાં માતાજીનાં દર્શનાર્થે નિકળ્યાં હતાં.
શક્તિદ્વારે જ નમન કર્યાં
જ્યાં સર્કીટ હાઉસ ખાતે કોંગ્રેસના અગ્રણી કાર્યકર્તાઓ સહિત ધારાસભ્ય કાંતી ખરાડી તેંમજ બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા તેમનું ન(Sukhram Rathva At Ambaji ) સ્વાગત કરાયુ હતું. અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ હોવાથી સુખરામ રાઠવાએ શક્તિદ્વાર આગળ અન્ય યાત્રીકોની જેમ માતાજીને નમન કરી દર્શન કર્યા હતાં.
વિધાનસભાની ચૂંટણીમાં સરકાર બદલવા શક્તિ માગી
(Sukhram Rathva At Ambaji ) રાઠવાએ જણાવ્યું હતું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સરકારને બદલવા શક્તિ માંગી છે અને તે શક્તિથી ગુજરાતમાં કુશાસનને બદલે સુશાસન લાવવાના પ્રયત્નો કરવા પ્રાર્થના (Gujarat Assembly Election 2022) કરી હતી. સાથે વધુમાં ઉમેર્યુ હતું કે ગુજરાતના તમામ શક્તિધામોના આશીર્વાદ કોંગ્રેસની સાથે જ છે.
આ પણ વાંચોઃ Congress Leader Attack on Government: ટ્રમ્પને બોલાવીને જે ભૂલ કરી તે સરકાર હવે ન કરે, વિપક્ષ નેતા સુખરામ રાઠવાનું નિવેદન