ETV Bharat / state

બનાસકાંઠાના અમીરગઢના વિદ્યાર્થીઓ જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ - gujarati news

બનાસકાંઠાઃ સરકાર ભલે 'સૌ ભણે સૌ આગળ વધે'ની વાતો કરતું હોય. પરંતુ બનાસકાંઠામાં આજે પણ સામાન્ય વરસાદમાં બાળકોએ ગુડા સુધી પાણીમાં થઈને અભ્યાસ માટે જવું પડી રહ્યું છે. નેતાઓ પણ ચૂંટણી પહેલા ખાલી વચનો આપી જતા રહ્યા બાદ પણ પરિસ્થિતિ આજે પણ જૈસે થી વૈસે છે. 7 જેટલા ગામમાં અવર જવર કરવાનો અન્ય કોઈ માર્ગ ન હોવાથી લોકોને પાણીમાં થઈને જવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

students of amirgarh
author img

By

Published : Aug 31, 2019, 12:42 PM IST

આ છે કાકવાડા પ્રાથમિક શાળાના બાળકોની સ્થિતી, આ શાળાના વિદ્યાર્થીઓને આજે પણ અભ્યાસ માટે નદીમાં 1 ફૂટ જેટલા પાણીમાં થઈને પસાર થવું પડે છે. કારણ કે, આ વિસ્તાર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢ તાલુકાનો છે. અહીંના 7 જેટલા ગામોમાં અવર-જવર માટે એક માત્ર આ નદીનો માર્ગ હોવાથી કોઈ પણ કામકાજ અર્થે આવવું જવુ હોય તો, નદી તો પસાર કરવી જ પડે છે. જેમાં કાકવાડા, સોની, સોનાવડી, ચમનીયા, અને ગોવાવાડી સહિતના ગામો નદીના એક તરફ આવેલા છે. જ્યારે ગામના બાળકો અભ્યાસ માટે જાય છે, તે કાકવાડા પ્રાથમિક શાળા નદીના બીજી તરફ આવેલી છે. જેથી જ્યારે પણ બનાસ નદીમાં પાણી આવે ત્યારે છાત્રોએ નદી ઓળંગીને શાળામાં અભ્યાસ માટે જવું પડે છે.

અમીરગઢના વિદ્યાર્થીઓ જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ...

હાલમાં જ બનાસ નદીમાં છેલ્લા એક મહીનાથી એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરેલું હોવાથી બાળકોએ આ પાણીમાં જીવના જોખમે પસાર થઈ અભ્યાસ માટે જવું પડે છે. એટલું જ નહીં, પણ ગામમાં જ્યારે કોઈ બીમાર હોય અને 108 એમ્બ્યુલન્સ આવી હોય તો, પણ નદીની સામે પાર ઉભી રહે છે અને દર્દીને નદીમાંથી બીજી તરફ લઇ આવ્યા બાદ તેને સારવાર અર્થે ખસેડી શકાય છે. આવી કરુણ પરિસ્થિતિ હોવા છતાં, પણ નથી તો કોઈ અધિકારીઓ સાંભળતા કે, નથી કોઈ નેતાઓને આ લોકોની ફિકર, સ્થાનિક લોકો વાંરવાર રજુઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે.

Intro:એપ્રુવલ.. બાય... ધવલ સર

લોકેશન... અમીરગઢ.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.30 08 2019

સ્લગ.... અમીરગઢના વિદ્યાર્થીઓ જીવના જોખમે કરી રહ્યા છે અભ્યાસ...

એન્કર...સરકાર ભલે સૌ આગળ વધે સૌ ભણે ની વાતો કરતું હોય પરંતુ બનાસકાંઠા માં આજે પણ સામાન્ય વરસાદ માં બાળકોએ ગુડા સુધી પાણી માં થઈને અભ્યાસ માટે જવું પડી રહ્યું છે નેતાઓ પણ ચૂંટણી પહેલા ઠાલા વચનો આપી જતા રહ્યા બાદ પણ પરિસ્થિતિ આજે પણ જૈસે થે હોવાથી 7 જેટલા ગામમાં જવાનો અન્ય કોઈ માર્ગ ના હોવાથી ફૂટ ફૂટ પાણીમાં થઈને અવરજવર કરતા ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ......

Body:વી ઓ ......આ છે કાકવાડા પ્રાથમિક શાળાના બાળકો ની સ્થિતી. આ શાળાના લબલકોને આજે પણ અભ્યાસ માટે નદીમાં 1 ફૂટ જેટલા પાણીમાં થઈને પસાર થવું પડે છે કારણ કે આ વિસ્તાર એ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા અમીરગઢ તાલુકો છે અને અહીંના 7 જેટલા ગામોમાં જવા આવવા માટે એક માત્ર આ નદી વાળો માર્ગ હોવાથી કોઈ પણ કામકાજ અર્થ આવવું હોય તો નદી તો પસાર લરવી જ પડે છે ..... જેમાં કાકવાડા, સોની, સોનાવડી, ચમનીયા, અને ગોવાવાડી સહિતના ગામો નદીના એક તરફ આવેલા છે જ્યારે ગામના બાળકો અભ્યાસ માટે જાય છે તે કાકવાડા પ્રાથમિક શાળા નદીના બીજી તરફ આવેલી છે જેના કારણે જ્યારે પણ આ બનાસનદી માં પાણી આવે ત્યારે છાત્રોએ નદી ઓળંગીને શાળામાં અભ્યાસ માટે જવું પડતું હોય છે ....

બાઈટ.......01..ગણેશજી ધર્માવત, સ્થાનિક

બાઈટ.....02..ભાવેશ વાગાડીયા, વિદ્યાર્થી

.Conclusion:વી ઓ ......હાલમાં બનાસનદી માં એક થી દોઢ ફૂટ જેટલું પાણી છેલ્લા એક મહિનાથી છે અને તેના કારણે બાળકોએ આ પાણીમાં થઈને જીવન જોખમે અભ્યાસ માટે જવું પડે છે એટલુંજ નહીં પણ ગામા જ્યારે કોઈ બીમાર હોય અને 108 એમ્બ્યુલન્સ વાં આવી હોય તો પણ નદીના પેલે પાર ઉભી રહે અને દર્દીને નદીમાં થઈને બીજી તરફ લાવ્યા બાદ તેને સારવાર માટે ખસેડી શકાય આવી દારુણ પરિસ્થિતિ હોવા છતાં પણ નથી તો કોઈ અધિકારીઓ સાંભળતા કે નથી તો કોઈ નેતાઓને આ લોકોની ફિકર, સ્થાનિક લોકો દેરા વાંરવાર રજુઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ના આવતા અહીંના લોકો ચોમાસામાં ભારે મુશ્કેલીઓ નો સામનો કરી રહયા છે .....

બાઈટ......03..વનાભાઈ વગાડીયા, વાલી

બાઈટ....04...વનાભાઈ ઠાકોર, સ્થાનિક

રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.