ETV Bharat / state

બનાસકાંઠાના ઢીમાં ગામે સ્ટ્રીટ લાઈટો શોભાના ગાંઠીયા સમાન - ઢીમાં ગામ

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમા ગામે લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી સ્ટ્રીટ લાઈટ ગામમાં બંધ હોવાના કારણે શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી છે.

Street light
Street light
author img

By

Published : Oct 7, 2020, 7:46 AM IST

પાલનપુરઃ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવે છે, પરંતુ કેટલીક વાર કોન્ટ્રાક્ટરોની પૈસા ખાવાની નીતિના કારણે ગ્રામીણ વિસ્તારનો વિકાસ થતો નથી અને સરકારી ચોપડે તમામ ગ્રાન્ટ ગ્રામીણ વિસ્તારના વિકાસમાં પૂર્ણ થયેલી બતાવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લામાં પણ એવા અનેક તાલુકાઓ આવેલા છે કે જ્યાં વર્ષોથી વિકાસ કરવામાં આવ્યો નથી પરંતુ સરકારી ચોપડે આવા ગામોના વિકાસના કામો પૂર્ણ થયેલા જોવા મળે છે.

હાલમાં સરકાર દ્વારા ઉજવલા યોજના અંતર્ગત ગુજરાતના તમામ ગ્રામીણ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો લગાડવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા આવી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં અનેક ગામડાઓમાં આજે પણ લોકો અંધારામાં પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સુપ્રસિદ્ધ અને મીની અંબાજીથી ઓળખાતા પવિત્ર યાત્રાધામ ઢીમાની અંદર ઢીમા ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને 60થી વધુ સ્ટ્રીટ લાઈટો ખરીદવામાં આવી હતી અને રસ્તા પર લગાવવામાં આવી હતી, પરંતુ તે સ્ટ્રીટ લાઈટો છેલ્લા છ મહિનાથી બંધ છે.

આ બાબતે ઢીમા ગામના જાગૃત નાગરિક વી.જી. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, અમારું ગામ બનાસકાંઠાનું બીજા નંબરનું યાત્રાધામ છે. તેમ છતાં વિકાસથી વંચિત રહ્યું છે. અમારા ગામમાં સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે પરંતુ હજી સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી. લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી સ્ટ્રીટ લાઈટો માત્ર શોભાના ગાંઠિયા સમાન દેખાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા આવા લોકો સામે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે તો જ લોકો અંધારામાંથી અજવાળામાં આવી શકે તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.