ETV Bharat / state

બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 45 વંચિત દીકરીઓને અપાયું આર્થિક સુરક્ષા કવચ - જિલ્લા કલેકટર આનંદ પટેલ

બનાસકાંઠા જિલ્લામાં દીકરીઓને રક્ષણ આપવા એક સંસ્થા અનોખું કાર્ય કરી રહી છે. મહિલા કલાનિધિ ટ્રસ્ટ નામની સંસ્થા દર વર્ષે ત્યજી દેવાયેલી દિકરીઓનું લાલન પાલન કરી દર વર્ષે જુદા જુદા વર્ગોની વંચિત દીકરીઓને જિલ્લા કલેકટરના હસ્તે ફિક્સ ડિપોઝીટ પેટે રકમ આપી તેમને આર્થિક સુરક્ષા કવચ પ્રદાન કર્યું છે.

બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 45 વંચિત દીકરીઓને અપાયું આર્થિક સુરક્ષા કવચ

author img

By

Published : Mar 9, 2021, 12:44 PM IST

  • જિલ્લા કલેકટર આંનદ પટેલના હાથે દીકરીઓને અપાયું આર્થિક રક્ષણ
  • મહિલા કલાનિધિ ટ્રસ્ટના માધ્યમથી દીકરીઓને અપાયુ FDનું પ્રમાણપત્ર
  • પાંચ દીકરીઓને અપાઇ રૂપિયા 25 હજારની FD પોલિસી

બનાસકાંઠા: જિલ્લામાં દીકરીઓને જન્મતાની સાથે જ રસ્તા પર કે અવાવરું જંગલોમાં છોડી દેવામાં આવતી હોય છે. ત્યારે, પાલનપુર તાલુકાના કણોદર ગામની રશ્મિ હાડા નામની દીકરી છેલ્લાં કેટલાંય વર્ષોથી દીકરીઓને બચાવવા અભિયાન ચલાવી રહી છે. પોતાની મહિલા કલા નિધિ ટ્રસ્ટ સંસ્થા મારફતે તેઓ નવજાત ત્યજી દેવાયેલ દીકરીઓની પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. આ ઉપરાંત, જુદા જુદા વર્ગની અનાથ,નિરાધાર તેમજ અન્ય વંચિત વર્ગોની આવી દીકરીઓને નામે દર વર્ષે 25 હજાર રૂપિયાની રકમ ફિક્સ ડિપોઝીટ પેટે મૂકવામાં આવે છે. દર વર્ષે પાંચ દીકરીઓને 8મી માર્ચ મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કલેકટરના હાથે દીકરીઓને એફ.ડી.અર્પણ કરાય છે. આ વખતે પણ જિલ્લા કલેકટર આનંદ પટેલના હસ્તે આવી પાંચ દિકરીઓને એફ.ડી. પ્રમાણપત્ર આપી તેમને આર્થિક સુરક્ષા કવચ અર્પણ કરાયું હતું. આ પ્રસંગે આદિવાસી પ્રજાની સેવામાં જીવન સમર્પિત કરનાર મુસ્તુભાઈ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ માહિતી વિભાગના રેસુંગ ચૌહાણ સહિતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બનાસકાંઠામાં અત્યાર સુધીમાં 45 વંચિત દીકરીઓને અપાયું આર્થિક સુરક્ષા કવચ

આ પણ વાંચો: મહિલાઓ માટે પ્રેરણારૂપ બનેલી ગુજરાતની વિરાંગનાઓ

ચિત્રો દ્વારા બેટી બચાવો બેટી પઢાઓનો સંદેશ

રશ્મિ હાડા નામની આ યુવાન દીકરી છેલ્લાં 12 વર્ષોથી ગરીબ, વંચિત દીકરીઓને બચાવવા મુહિમ ચલાવી રહી છે. ત્યારે, ચિત્રકળામાં નિપુણ રશ્મિએ દીકરી બચાવોનો સંદેશ આપતાં અનેક હૃદયસ્પર્શી ચિત્રો દોરેલાં છે. તેમજ તેની ચિત્રપ્રદર્શીની યોજી દીકરીઓને જાગૃત કરવાના પ્રયાસો પણ કરે છે.

અત્યાર સુધી 45 દીકરીઓને FD પોલિસી અપાઈ

જુદા જુદા વંચિત વર્ગોની દીકરીઓ જેમકે, અનાથ, ત્યજી દેવાયેલ દીકરીઓ, પાલક માતા પિતા યોજનામાં આવતી દીકરીઓ વગેરેને રૂપિયા 25 હજારની FD પોલીસી મહિલા કલા નિધિ ટ્રસ્ટ દ્વારા અપાય છે. જે રકમ દર વર્ષે એક જ દાતા દ્વારા અપાય છે. આ FDની રકમ દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને મળે છે. જેથી દીકરીના લગ્ન જેવા પ્રસંગમાં પાલક માતા પિતાને સરળતા રહે છે.

આ પણ વાંચો: મહિલા શક્તિને નમન : ચોરવાડના કાણેકની દીકરીએ ગૂગલમાં ડંકો વગાડયો

કયા કયા વર્ગની પાંચ દીકરીઓ પસંદ કરાઈ?

  • દીકરી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતાં મૃત્યુ પામેલ માતાની દીકરી
  • બે દીકરીઓ એચઆઇવી ગ્રસ્ત માતા પિતાની દીકરીઓ
  • એક દીકરી પાલક માતા પિતા યોજનામાં સામેલ દીકરી
  • વિધવા માતાની પાંચ સંતાનો પૈકીની એક દીકરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.