ETV Bharat / state

અંબાજીમાં ફાફડા અને જલેબીને લઇ ગ્રાહકોનો ધસારો - latest news of dashera

અંબાજીઃ આજે દશેરાના દિવસે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. રાવણ દહન એટલે દશેરા, તે દિવસનો મહિમા અલગ હોય છે. દશેરાના દિવસે લોકો લાખો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગે છે. આજે દશેરાને લઈ અંબાજીમાં જલેબી ફાફડાના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી હતી.

jhkhjk
author img

By

Published : Oct 8, 2019, 1:47 PM IST

Updated : Oct 8, 2019, 2:50 PM IST

ગુજરાતીઓનો પ્રિય ખોરાક એટલે ફાફડા જલેબી, જેનું આજના દિવસે ખાસ મહત્વ હોય છે. કારણ કે, નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓએ નવ દિવસ ઉપવાસ રાખ્યો હોય છે. ઉપવાસ પૂરા થયા બાદ ચણાના લોટથી બનેલી વાનગી ખાવાની હોય છે, ત્યારે દશેરાના દિવસે ચણાના લોટથી બનેલા ફાફડા અને જલેબીથી ઉપવાસ પૂરો કરે છે. દશેરાના દિવસે શ્રીરામએ રાવણ પર વિજય મેળવ્યો હતો એટલે એ પણ કહેવાય છે. શ્રીરામના સત્યની જીતને ઉજવવા સ્વીટમાં લોકો શ્રીરામને પ્રિય જલેબી આરોગે છે.

અંબાજીમાં ફાફડા અને જલેબીને લઇ ગ્રાહકોનો ઘસારો

આજે દશેરાને લઈ અંબાજીમાં જલેબી ફાફડાના સ્ટોલ પર ભારે ભીડ જોવા મળી હતી. જોકે મોટા શહેરોમાં પહેલેથી જ બનાવીને સ્ટોક રાખવામાં આવે છે. પરંતુ, અંબાજીમાં જેમ જેમ ગ્રાહકો આવે છે, તેમ અહીં ફાફડા અને જલેબી ગરમાગરમ બનાવીને આપવામાં આવે છે. જે ગ્રાહકોને વધુ આકર્ષિત કરે છે. જોકે મોટા શહેર કરતા અંબાજીમાં લોકોને અનુકુળ આવે તેવા વ્યાજબી ભાવમાં ફાફડા જલેબી ઉપલબ્ધ છે. અંબાજીમાં ફાફડા અને જલેબી કપાસિયા તેલમાં બનાવીને આપવામાં આવે છે. જેમાં જલેબી રૂપિયા 150 થી 200 રુપીયા અને ફાફડા 300 રૂપિયાનો ભાવ જોવા મળ્યો હતો. અહીંયા ફાફડા જલેબીની સાથે પાતરાના ભજીયા પણ વેચતા જોવા મળ્યા હતાં.

Intro:Gj_ abj_02_ FAFDA JALEBI _AVB_7201256
LOKESAN---AMBAJI

Body: આજે દશેરો છે ને ઉત્તરાયણ એ જેમ ઊંધિયું ખવાય છે તેમ દશેરા ના દિવસે લોકો લાખો રૂપિયા ના ફાફડા અને જલેબી ખાઈ જાયે છે આજે દશેરા ને લઈ અંબાજી માં જલેબી ફાફડા ના સ્ટોલ ઉપર ભારે ઘરાખી જોવા મળી હતી જોકે મોટા શહેરો માં જેમ જથ્થો પહેલી બનાવીને મુકીદેવામાં આવે છે તેમ અંબાજી માં નથી કરાતું પણ જેમ જેમ ગ્રાહકો આવતા જાયે છે તેમ અહીં ગરમાગરમ બનાવીને આપતા હોય છે જે ગ્રાહકો ને વધુ આકર્ષિત કરે છે જોકે મોટા શહેર કરતા અંબાજી માં ફાફડા જલેબી ના ભાવ ઘણા રીઝનેબલ જોવા મળ્યા હતા અંબાજી માં ફાફડા અને જલેબી કપાસિયા તેલ માં બનાવીને આપવા માં આવે છે જેમાં જલેબી રૂપિયા 150 થી 200 રુપીયા અને ફાફડા 300 રૂપિયા નો ભાવ જોવા મળ્યો હતો અહીંયા ફાફડા જલેબી ની સાથે પતરા ના ભજીયા પણ વેંચતા જોવા મળ્યા હતા

બાઈટ-1 ગોપાલ જોશી(વેપારી)અંબાજી

Conclusion:ચિરાગ અગ્રવાલ, ઈ.ટીવી ભારત
અંબાજી, બનાસકાંઠા
Last Updated : Oct 8, 2019, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.