ETV Bharat / state

ડીસા તાલુકાના સમૌમોટા ગામે ધંધાની લેતી-દેતીના મુદ્દે હંગામો, 7ને ઇજા

ડીસા તાલુકાના સમૌમોટા ગામે ધંધાની લેતી-દેતીના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે હંગામો સર્જાયો હતો. જેમાં સાત વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ થતાં 108 દ્વારા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

સમૌમોટા ગામે ધંધાની લેતી-દેતીના મુદ્દે હંગામો, સાતને ઇજા

author img

By

Published : Jun 18, 2020, 10:27 PM IST

બનાસકાંઠા : જિલ્લામાં મારામારીની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. લોકો ન જેવી બાબતમાં આવેશમાં આવી જઈ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા હોય છે. આવા નાના મોટા હુમલાઓમાં ક્યારેક વ્યક્તિઓનો જીવ પણ જતો હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં અનેક નાના મોટા હુમલાઓની ઘટનાઓ સામે આવી છે. જેમાં અનેક લોકો ઘાયલ પણ થાય છે. તો ક્યાંક લોકોની હત્યા પણ થઈ છે, ત્યારે આવી જ એક ઘટના ડીસા તાલુકામાં બનવા પામી હતી.

સમૌમોટા ગામે ધંધાની લેતી-દેતીના મુદ્દે હંગામો, સાતને ઇજા
સમૌમોટા ગામે ધંધાની લેતી-દેતીના મુદ્દે હંગામો, સાતને ઇજા

ડીસા તાલુકાના સમૌમોટા ગામના મફાભાઇ કેશાભાઇ જોષી અને મહેશભાઇ ભેમજીભાઇ જોષી વચ્ચે અગાઉ ધંધાની લેતીદેતી બાબતે નોટરી કરેલી હતી. જે નોટરીની નકલ મફાભાઇ જોષીએ માગતા મામલો ઉગ્ર બની ગયો હતો. સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં નરહરીભાઇ જોષી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ઉગ્ર બનતા હુમલામાં સાત વ્યક્તિઓને નાનીમોટી ઇજાઓ થતાં 108 દ્વારા ઇજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ અંગે મફાભાઇ જોષીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.