- અનુસૂચિત જાતિના 50થી વધુ વર્ગોને એક કરવા યોજાઈ દલિત પ્રીમીયર લીગ
- સમાજમાં દીકરીઓની ઘટતી સંખ્યા રોકવા અનુસૂચિત જાતિ સમાજનો જાગરૂકતા અભિયાન
- દોઢ મહિના સુધી ચાલશે ટેનિસ-ક્રિકેટ ટુર્નામેન્ટ
બનાસકાંઠા: જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના જુદા-જુદા વર્ગોના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. કોઈપણ સમાજ જ્યાં સુધી એકજુટ ન થાય ત્યાં સુધી તે વિકાસ સાધી શકે નહી. તેથી અનુસૂચિત જાતિ સમાજના જુદા-જુદા 50 જેટલાં વર્ગોમાં એકતા અને ભાઈચારો કેળવાય તે હેતુથી જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં સમાજના યુવાવર્ગે દલિત પ્રીમીયર લીગ નામે ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ કરાઈ છે. જેમાં 32 ટીમો ભાગ લઈ રહી છે.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ સંઘે કર્યુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
'બેટી બચાઓ બેટી પઢાઓ'ની જાગરૂકતા માટે ક્રિકેટ બન્યું માધ્યમ
બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિના કુલ વસ્તી 4 લાખ 85 હજાર 632 લોકોની છે. જેમાં પુરુષોની જનસંખ્યા 3 લાખ 27 હજાર 460, જ્યારે મહિલાઓની સંખ્યા 1 લાખ 58 હજાર 172 જેટલી છે. સમાજમાં દિકરીઓનું જન્મદર ખૂબ નીચું હોવાથી સમાજમાં 'બેટી બચાવો, બેટી પઢાઓ' બાબતે સમાજમાં જાગરૂકતા આવે તે હેતુથી આ દલિત પ્રીમીયર લીગનું આયોજન કરાયું હોવાનું સમાજના અગ્રણી આગેવાન દીપકભાઈ ચાંદરેઠિયાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T-20 મેચ જોવા માટે 50 ટકા દર્શકોને જ મળશે મંજૂરી
આ ટુર્નામેન્ટ દ્રારા જે રકમ એકત્ર થશે તેને સમાજના વિકાસમાં ખર્ચ કરાશે
બનાસકાંઠા જિલ્લાની જુદી-જુદી 32 ટીમો વચ્ચે ચાલતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રતિ ટીમ 2100 રૂપિયા ફી લેવામાં આવે છે, તેમજ સમાજના દાતાઓનો પણ સહયોગ મળતો હોવાથી જે રકમ આ ટુર્નામેન્ટમાં ભેગી થશે તેને ખર્ચ સમાજના વિકાસ પાછળ કરવામાં આવશે. તેમ ટુર્નામેન્ટના આયોજકોએ જણાવ્યું હતું.
સમાજનાં પ્રતિભાશાળી યુવા ક્રિકેટરોને મળશે પ્રોત્સાહન
આ ક્રિકેટ ટુર્નામેન્ટથી અનુસૂચિત જાતિ સમાજના જે યુવાનો ક્રિકેટ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રતિભા ધરાવે છે, તેમનામાં ભાવિ ક્રિકેટરોની પ્રતિભા ખીલશે, તેમજ તેઓને યોગ્ય પ્રોત્સાહન મળશે. આવા ટેલેન્ટેડ ખેલાડીઓને આગળ વધવાનો અવસર પણ આ ટુર્નામેન્ટથી મળશે તેમ ભાગ લેનારા ખેલાડી અશ્વિનભાઈએ જણાવ્યું હતું.