ETV Bharat / state

બનાસકાંઠાના ભોરડુ ગામના સરપંચ સસ્પેન્ડ થયા, જાણો કારણ...

author img

By

Published : Jun 1, 2020, 8:57 PM IST

બનાસકાંઠામાં ગૌચરની જમીનમાં ગેરકાયદે ખોદકામ અને ગ્રામ પંચાયતમાંથી ખોટા રોયલ્ટી પાસ કાઢવા બદલ ભોરડુ ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચ સસ્પેન્ડ થતાં સમગ્ર ગામમાં ખળભળાટ મચી ગયો છે.

ETV BHARAT
બનાસકાંઠાઃ ભોરડુ ગામના સરપંચ સસ્પેન્ડ, જાણો કારણ...

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદના ભોરડુ ગામના સરપંચને ગૌચરની જમીનમાં ગેરકાયદે ખનન કરવા મુદ્દે સસ્પેન્ડ કરાયા છે. આ સરપંચ દ્વારા કોઈપણ જાતની પરવાનગી વિના ગ્રામ પંચાયતમાંથી રોયલ્ટી પાસ કાઢવામાં આવ્યા હતા. આ પાસના આધારે ગામની ગૌચરની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરી માટી બારોબાર વેચી મારવામાં આવતી હોવાની ફરિયાદ ગામના જાગૃત લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને કરી હતી.

ભોરડુ ગામના સરપંચ સસ્પેન્ડ

ગ્રામલોકોની ફરિયાદના આધારે તપાસ કરતા સરપંચે ગૌચરની જમીનમાં ખોદકામ કરી માટી બારોબાર વેચી મારવાનું અને ખોટા રોયલ્ટી પાસ કાઢ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેથી જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાએ ભોરડુ ગામના સરપંચ ઉદા પટેલને તાત્કાલિત સસ્પેન્ડ કર્યા છે. જિલ્લા વિકાસ અધિકારીના કડક નિર્ણયથી આસપાસના ગામના સરપંચોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.