ETV Bharat / state

બનાસકાંઠા મનરેગા કૌભાંડ : સપ્રેડા ગ્રામજનોએ નાયબ કલેક્ટર પાસે ધરણા પર બેસવા માટે માંગી મંજૂરી - Collusion of officers and contractor

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં આચરેલી ગેરરીતિ બાબતે લાગતી વળગતી કચેરીઓમાં રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત કરવા છતાં કોઈ પ્રત્યુતર ન મળતા સપ્રેડા ગામના ગ્રામજનોએ નાયબ કલેક્ટર થરાદ ખાતે આવેદનપત્ર આપ્યું હતુ.

સુપ્રેડા ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર
સુપ્રેડા ગ્રામજનોએ આપ્યું આવેદનપત્ર
author img

By

Published : Feb 8, 2021, 3:30 PM IST

  • મનરેગા યોજનામાં ગેરરીતિ બાબતે આપ્યું આવેદનપત્ર
  • થરાદ નાયબ કલેક્ટર ખાતે આપ્યું આવેદનપત્ર
  • અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર આચર્યો

બનાસકાંઠા : જિલ્લાના વાવ તાલુકાના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો હતો. જોકે, બે મહિના અગાઉ પણ સપ્રેડા ગામના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની તટસ્થ તપાસ કરવામાં આવી ન હોવાથી યોગ્ય તપાસ કરવા અરજદારો માગ કરી રહ્યા છે.

થરાદ - સબ ડીવીઝન કચેરી
થરાદ - સબ ડીવીઝન કચેરી

ગ્રામજનો દ્વારા ધરણા પર બેસવાની તારીખ બાબતે આવેદનપત્ર

સપ્રેડા ગામમાં મનરેગા યોજના અંતર્ગત 2016-17 વર્ષમાં જે પણ કામગીરી કરવામાં આવી હતી. તે કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાને લઇ સપરેડા ગ્રામજનો દ્વારા જિલ્લા કક્ષાએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પણ જાતના પગલાં ભરવામાં આવ્યા ન હતા. ગ્રામજનો દ્બારા ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પર બેસી રહીશું. ગ્રામજનોએ નાયબ કલેક્ટર થરાદ ખાતે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, અમારે ધરણા પર બેસવાનું હોવાથી આપની મંજૂરી લેવા આવ્યા છીએ. અમને જે તમે તારીખ આપો તે તારીખથી અમે ધરણાં ઉપર બેસીશું. જેને લઈને અત્યારે અને લોકોએ આવેદનપત્ર આપ્યા છે કે, સપ્રેડા ગામની અંદર મનરેગા યોજનામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરતા હોવાથી ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆત કરવામાં આવેલી છે. જેને લઇને ઉચ્ચ કક્ષાએથી કોઇપણ પ્રકારનો જવાબ ન મળતાં અંતે અરજદારોને ધરણા પર બેસવાની ફરજ પડી છે.

બે મહિનાથી કોઇ કાર્યવાહી નહીં

સપ્રેડા ગામમાં બે મહિના અગાઉ ગામના ગ્રામજનોએ મનરેગા યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી છે. તેની તપાસ ન થતા વાવ તાલુકા પંચાયતમાં ધરણા પર સપ્રેડા ગામના ગ્રામજનો બેસી ગયા હતા. તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન આપીને ધરણા સમેટયા હતા. હજૂ કોઈ સંતોષકારક તપાસ ન થતા સોમવારે સપ્રેડા ગામના ગ્રામજનોએ નાયબ કલેક્ટર થરાદ ખાતે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, અમને ધરણા પર બેસવાની તારીખ આપવા આવેદનપત્ર આપ્યું હતું.

આવેદન પત્ર
આવેદન પત્ર

નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી ધરણા પર બેસવાના સમયની માગણી

સપ્રેડા ગામના ગ્રામજનોએ જણાવ્યુ હતું કે, સપ્રેડા ગામે 2016-17ના વર્ષમાં કોન્ટ્રાકટર અને અધિકારીઓએ મનરેગાના કામમાં મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી છે. સરકારી કામના નાણામાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. તેમ છતાં કેમ કોઈ તટસ્થ તપાસ કરવામાં આવતી નથી. શિક્ષાત્મક પગલા ભરવામાં આવતા નથી. એવું લાગી રહ્યું છે કે, કોન્ટ્રકટર અને અધિકારીઓ મોટો રાજકીય વર્ગ ધરવતા હોય એવું લાગી રહ્યું છે. તટસ્થ તપાસ થતી નથી, જેથી સાચી તટસ્થ તપાસ સરકાર દ્બારા ન કરવામાં આવતા અંતે ધરણા પર બેસવાની ફરજ પડી છે. નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સપ્રેડા ગામના ગ્રામજનોએ ધરણા પર બેસવા સમયની માંગણી કરી છે.

31 ઓક્ટોબર, 2020 - વાવના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના સપ્રેડા ગામમાં વર્ષ 2017-18 અને 2019માં મનરેગા યોજનામાં કામગીરી કરવામાં આવી હતી, જેની અંદર મોટા પ્રમાણમાં સપ્રેડા ગામમાં કામગીરી કરવામાં આવી હતી. કામગીરીની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાની જાણ ગ્રામજનો દ્વારા ટી.ડી.ઓને કરવામાં આવી હતી, ભ્રષ્ટાચારની તપાસ નહીં થાય તો ભૂખ હડતાળ પર બેસવાની અરજદારોએ ચીમકી આપી છે.

જોબકાર્ડમાં દર્શાવેલ નામોમાં વિદ્યાર્થીઓ હતા જે શાળામાં ભણતા હતા

જો કે જોબકાર્ડ અને મસ્ટરની અંદર જે નામો દર્શાવવામાં આવ્યા છે, તે અમુક વિદ્યાર્થીઓ જે સ્કૂલમાં ભણતા હોય તેવા લોકોના છે. આ કામગીરીની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આદરી દેવામાં આવ્યો છે. જેને લઇને જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ જવાબદાર નરેગા વિભાગને રજૂઆતો કરવામાં આવી છે, જો કે તમામ રજૂઆતોને લઈને સંતોષકારક જવાબ ન મળતાં ત્યા છૂટકે અરજદારો દ્વારા ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર આ બાબતે કંઈ તપાસ કરશે કે પછી સમગ્ર પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવશે તેવો અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે.

2 નવેમ્બર, 2020 - બનાસકાંઠા મનરેગા કૌભાંડનું ભૂત ફરી ધૂણ્યું : ગેરરીતિમાં તપાસ ન થતા યુવાનો ભૂખ હડતાલ પર ઉતર્યા

વાવ તાલુકાના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં થયેલી ગેરરીતિઓની તપાસ ન થતા સપ્રેડા ગામના યુવાનોએ ઉપવાસ આંદોલન છેડ્યું હતું. વાવ તાલુકા પંચાયત અધિકારી એ આશ્વાસન આપતા ભૂખ હડતાળ સમેટાઈ હતી.

31 ઓક્ટોબર - વાવના સપ્રેડા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ આચરાઈ હોવાની રાવ

1 ઓગસ્ટ - હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મનરેગા યોજના કૌભાંડ બાબતે સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો

બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ થયાનો આક્ષેપ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ દ્વારા કરાયા બાદ આજે રવિવારે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીને ખુલાસો કરવો પડ્યો હતો. જો કે, આ બાબતની તટસ્થ તપાસ થશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

2 ઓગસ્ટ - મનરેગા કૌભાંડના આક્ષેપ અંગે બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીનો ખુલાસો

3 ઓગસ્ટ - બનાસકાંઠામાં મનેરેગાના કામમાં 10 કરોડના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ

અમીરગઢ પાસે આવેલા બાલુન્દ્રા ગામમાં મનેરેગાના કામમાં 10 કરોડના કૌભાંડ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા બાદ હવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. અમીરગઢ પોલીસે હાલ સમગ્ર કૌભાંડ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

6 સપ્ટેમ્બર - અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત

બનાસકાંઠા જિલ્લામાં મનરેગા અંતર્ગત ચાલતા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચારો થતા હોવાના કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેથી બાલુન્દ્રા મૂકામે થયેલા ભ્રષ્ટાચારમાં 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

શું છે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગારી ગેરેન્ટી યોજના(મનરેગા)?

કેન્‍દ્વ સરકારે તારીખ 7 સપ્‍ટેમ્‍બર, 2005થી મહાત્‍મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ પસાર કર્યો હતો અને ફેબ્રુઆરી 2006થી આ કાયદો અમલમાં આવ્યો છે. મનરેગા યોજના ફકત વિકાસના કાર્યક્રમ નથી. સૌપ્રથમ ગ્રામીણ કુટુંબોને રોજગારી તેમના અધિકાર સ્‍વરૂપે પુરુ પાડી શકે તેવો કાયદો છે.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતાં કોઈ પણ કુટુંબ કે જેનાં પુખ્‍તવયનાં સભ્‍યો બિનકુશળ શ્રમ કરવા ઈચ્‍છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો હેતુ છે. આ યોજનાનો હેતુ ગ્રામિણ કુટુંબનાં પુખ્‍ત વયનાં સદસ્‍યો કે જેઓ બિનકુશળ કામ કરવા ઈચ્‍છુક હોય, તેવા દરેક કુટુંબને કુટુંબદીઠ દરેક નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ 100 દિવસ રોજગારી આપવાનો છે.

યોજનાનો લાભ કોણ લઈ શકે?

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા કુટુંબો કે જેના પુખ્તવયના સભ્યો શારીરિક શ્રમ થઇ શકે તેવું બિનકુશળ કામ કરવા ઇસિગગુક હોય તેવા દરેક કુટુંબના જીવનનિર્વાહની તકો વધારવા માટે કુટુંબદીઠ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ રોજગારી આપવાનો આ યોજનાનો ઉદેશ્ય છે. ગ્રામ્ય ગરીબોને લઘુતમ રોજગારી મળી રહે.

  • દુષ્કાળ અને રોજગારીના દિવસોમાં ગ્રામ્ય લોકોને કામ મળી રહે
  • ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ થતું સ્થળાંતર અટકાવા
  • ગ્રામ્ય વિકાસમાં ઉપયોગી થઇ શકે તેવી ટકાઉ સંપત્તિ ઉભી કરાવી અને સર્વાંગી લાગતા કર્યો કરવા

યોજનાના લાભ

  • સામાજિક સુરક્ષા : મનરેગા યોજના થકી રોજગારી પુરી પાડી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નિવાસ કરતાં જરૂરિયાત મંદ કુટુંબોને આજીવીકાના અવસરો આપવામાં મદદરૂપ બને છે
  • આજીવીકા સુરક્ષા સાથે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ટકાઉ અસ્‍કયામતોનું નિર્માણ
  • જળસુરક્ષાની સ્‍થિતિમાં સુધાર અને જમીનની ઉત્‍પાદકતામાં વધારો
  • ગ્રામ્‍ય વિસ્‍તારમાં દુષ્‍કાળ નિવારણ અને પુર નિયંત્રણ

કામના પ્રમાણમાં વેતન ચૂકવામાં આવે છે. આ અંગે ખાસ NREGAના શ્રમિકો માટે શ્રમિકોને વ્યાજબી વેતન મળી રહે, તે માટે તારીખ 1/4/2018થી રૂપિયા 194/ - દૈનિક વેતન નક્કી કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.