મંગળવારે પાલનપુરના મોટા ગામે રાજપૂત સમાજનો સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં 25 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જે પ્રસંગે ગુજરાતભરમાંથી રાજપૂત સમાજના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરકાર પર આક્ષેપ કર્યા હતા અને કહ્યું હતું કે, કેન્દ્રમાં ભાજપ નહીં પરંતુ UPA-3ની સરકાર બનશે.
ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ જુઠ્ઠાઓની સરકાર છે. પુલવામા હુમલો ભાજપની નિષ્ફળતા સામે આવી છે. આ સરકારે દેશને છેતરવાનું કામ કર્યું છે. જયારે રાજીવ ગાંધીના નિવેદન મામલે કહ્યું કે, મૃતક વ્યક્તિઓ મામલે આ પ્રકારના નિવેદન વડાપ્રધાને ન કરવા જોઈએ. રાજીવ ગાંધી શહીદ થયા છે. જ્યારે નર્મદાનું પાણી ખેડૂતો અને લોકો માટે છે. લોકો ચોર નથી કે તેમની સામે સરકારે કેસ કરવા પડે.