ETV Bharat / state

કુંડાળીયા મઠના સંત રામાનંદ બાપુ બ્રહ્મલીન થતાં સમાધિ અપાઇ

બનાસકાંઠાના સરહદી વાવના કુંડાળીયા ગામે આવેલા મઠમાં 1008 રામાનંદજી કાર્યભાર સંભાળી રહ્યા હતા. પરમ પૂજ્ય સ્વામી રામાનંદ બાપુ તેમના સાથી બંધુઓ સાથે હરિદ્વારના કુંભ મેળામાં બે દિવસ અગાઉ પ્રવાસે ગયા હતા. ત્યારે 12 એપ્રિલને સોમવતી અમાસના દિવસે તેઓ હરિદ્વારના કુંભમેળામાં બ્રહ્મલીન થયા હતા.

કુંડાળીયા મઠના સંત રામાનંદ બાપુ બ્રહ્મલીન થતાં સમાધિ અપાઇ
કુંડાળીયા મઠના સંત રામાનંદ બાપુ બ્રહ્મલીન થતાં સમાધિ અપાઇ
author img

By

Published : Apr 14, 2021, 11:36 AM IST

  • બે દિવસ અગાઉ તીર્થયાત્રાએ નીકળ્યા હતા અને હરિદ્વારમાં કુંભમેળામાં થયા બ્રહ્મલીન
  • 200 વર્ષ જૂના મઠના સંત રામાનંદજી મહારાજ બ્રહ્મલીન થતાં ભકતોમાં શોકની લાગણી
  • 1008 સંત રામાનંદજીના પાર્થિવદેહને મઠની જગ્યામાં સમાધિ અપાઇ

બનાસકાંઠા: સરહદી વાવ તાલુકાના સરહદી પંથકના રણને અડીને આવેલા કુંડાળીયા ગામના 200 વર્ષ જુના મઠના મહંત સ્વામી રામાનંદજી 64 વર્ષની ભક્તિએ બ્રહ્મલીન થયા છે. સરહદી પંથકની પ્રજામાં હ્રદય બિરાજમાન એવા સંત રામાનંદજી મહારાજ બ્રહ્મલીન થતા ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી.

વાવના કુંડાળીયા મઠના સંત બ્રહ્મલીન થયા

બનાસકાંઠાના સરહદી વાવના કુંડાળીયા ગામે આવેલા મઠમાં 1008 રામાનંદજી કાર્યભાર સંભાળી રહ્યા હતા. પરમ પૂજ્ય સ્વામી રામાનંદ બાપુ સમગ્ર સરહદી વાવ પંથકમાં ભારે લોકચાહના ધરાવતા હતા. તેઓ તેમના સાથી બંધુઓ સાથે હરિદ્વારના કુંભ મેળામાં બે દિવસ અગાઉ પ્રવાસે ગયા હતા. ત્યારે 12 એપ્રિલને સોમવતી અમાસના દિવસે તેઓ હરિદ્વારના કુંભમેળામાં બ્રહ્મલીન થયાના સમાચાર ભક્તોને મળતા હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: અરવલ્લીમાં સંત બ્રહ્મલીન થતા કચ્છી પટેલ સમાજે, પાંચ હજાર વૃક્ષો વાવવાનો કર્યો સંકલ્પ

200 વર્ષ જૂના મઠના રામાનંદજી મહારાજ બ્રહ્મલીન થતાં ભકતોમાં શોકની લાગણી

વાવ પંથકમાં કુંડાળીયા ગામે ધૂણીયાવાળા બાપજીનો મઠ આવેલો છે. જે મઠ ઉપર પૂ. 1008 સ્વામી રામાનંદજી કાર્યભાર સંભાળી રહ્યા હતા. સમગ્ર પંથકમાં રામાનંદજી લોકચાહના ધરાવતા હતા. તેઓ બંધુઓ સાથે બે દિવસ અગાઉ તીર્થયાત્રાએ નીકળ્યા હતા. તેઓ સોમવતી અમાસના દિવસે હરિદ્વાર કુંભ મેળામાં બ્રહ્મલીન થયા હતા. તેમના પાર્થિવ દેહને કુંડાળીયા મઠમાં લાવવામાં આવ્યો હતો. સંતની અંતિમ યાત્રા કુંડાળીયા ગામે કાઢવામાં આવી હતી. તેની અંતિમ યાત્રામાં સ્થાનિક પોલિસે પણ સાથ સહકાર આપ્યો હતો. અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં આવેલા ભક્તોએ પણ સોશિયલ ડિસટન્સ જાળવીને સ્થાનિક પોલીસને સહકાર આપ્યો હતો. ભક્તોએ અંતિમ દર્શન કર્યા હતા ત્યારબાદ રામાનંદજીના પાર્થિવ દેહને મઠની જગ્યામાં અંદરના ગેટની બાજુમાં સમાધિ અપાઈ હતી.

આ પણ વાંચો: સતાધારનાં સંત જીવરાજ બાપુ 93 વર્ષે બ્રહ્મલીન થયા, મુખ્યપ્રધાને ટ્વિટ કરી આપી શ્રદ્ધાંજલિ

1008 સંત રામાનંદજીના પાર્થિવદેહને મઠની જગ્યામાં સમાધિ અપાઇ

કુંડાળીયા મઠમાં પૂજ્ય આત્માનંદજી બાપુના સાનિધ્યમાં રામાનંદજી બાપુ નાનપણથી જોડાયાં હતા. આત્માનંદજી બાપુએ રામાનંદજી બાપુને શિક્ષણ આપ્યુ હતું. ત્યારબાદ રામાનંદજી બાપુ બાળ બ્રહ્મચારી બનીને ધરમની ધજા સાથે લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યા કુંડાળીયા મઠના મહંત બ્રહ્મલીન થયેલા રામાનંદજી બાપુ એ મૂળ ચાળવા ગામના વતની હતા.કુંડાળીયા ગામના મઠ ના મહંત દરમ્યાન તેઓએ મીઠા ગામે તેઓએ એક ધૂણી સાથે જગ્યા બનાવી તેમજ ગાંધીનગર નજીક પણ શિવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સાથે એક ગૌશાળા બનાવી કુંડાળીયા ખાતેની તમામ ગાયો નો નિવાસ કર્યો.હરહંમેશ સરહદી પંથકમાં દરેક ગામડાઓમાં બાપુએ મુલાકાત લીધી લોકોમાં ધર્મ વિશેની જાગૃતિ લાવી.જોકે અચાનક તેઓ હરિદ્વાર ખાતે બ્રહ્મલીન થતાં સમગ્ર સરહદી પંથકની પ્રજામાં શોક પ્રસરી ઉઠ્યો હતો.દરેક સમાજને સાથે લઈને ધર્મની ધજા ફરકાવતા સિદ્ધ પુરુષ બ્રહ્મલીન થતાં દરેક સમાજને મોટી ખોટ પડી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.