અંબાજી: ચુંદડીવાળા માતાજી જેઓ 76 વર્ષથી અન્ન-જળ વગર અને કુદરતી હાજતની શૌચક્રિયા વગર જીવીત રહેનારા એક માત્ર ચૂંદડીવાળા માતાજી હતા. આજે તેમને સમાધી આપવામાં આવી હતી. આજે સવારે 6 વાગ્યાથી ચૂંદડીવાળા માતાજીની અંતિમક્રિયાઓ શરૂ કરાઇ હતી. જેમાં તેમને 8.15 કલાક સુધીમાં ગુરૂપુષ્ય નક્ષત્રમાં સમાધી આપીને માતાજી ધરતીમાતાનાં પેટાળમાં સમાઇ ગયા હતા. વહેલી સવારે ચુંદડીવાળા માતાજીનાં નશ્વરદેહને સાત નદીનાં જળથી સ્નાન કરાવી ચંદનલેપ કરવામાં આવ્યો હતો.
ચૂંદડીવાળા માતાજી પુરુષ હોવા છતાં સતત 76 વર્ષ સુધી સ્ત્રીનાં સંગારમાં જ સજ્જ રહેતાં હોવાથી તેમને સંપુર્ણ નારી શૃંગાર કરવામાં આવ્યુ હતું. તેમજ જ્યાં પોતાના આશ્રમમાં બેસીને લોકોને આશીર્વાદ આપતાં હતા. તેજ જગ્યાએ તેમને સમાધી આપવામાં આવી હતી. જેને લઇ સેંકડો ભક્તોમાં હદ્રય દ્વાવક દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે, હાલ કોરોનાનું સંક્રમણ ઠેર-ઠેર હોવાથી આવુ કોઇ સંક્રમણ અંબાજી વિસ્તારમાં ન થાય તેની તકેદારીનાં ભાગ રૂપે અંબાજી પોલીસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. તેમજ સેંકડો ભક્તો હોવા છતાં જુજ માત્રામાં ચૂંદડીવાળા માતાજીનાં પરીવારજનો તેમજ મુખ્ય અનુયાયીઓની હાજરીમાંજ ચૂંદડીવાળા માતાજીની અંતિમક્રિયા કરવામાં આવી હતી.
પરખ અગ્રવાલ, ઈટીવી ભારત