ETV Bharat / state

કોરોના વાઈરસની લડાઈમાં અમીરગઢની મહિલાને સલામ - બનાસકાંઠા ન્યૂઝ

કોરોના વાઈરસની મહામારીમાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ જીવના જોખમે કામ કરી છે. બનાસકાંઠાના અમીરગઢમાં કોન્સ્ટેબલ બિનાબેન પોતાના નાના બાળકને સાથ લઈ કામ કરી રહ્યાં છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ બળતા તાપમાં પોતાના બાળકને સાથે રાખી લોકોની ઢાલ બની પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

Etv Bharat
banaskantha news
author img

By

Published : Apr 18, 2020, 4:29 PM IST

પાલનપુરઃ એક તરફ સમગ્ર દુનિયામાં કોરોના વાઈરસ નામનો દૈત્ય હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે બીજી તરફ પોતાના જીવના જોખમે પણ અનેક કર્મચારીઓ યોદ્ધાઓની જેમ કોરોના સામેની લડાઈમાં દિવસ રાત મહેનત કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તારની એક મહિલા પોલીસ કર્મચારી પણ આ કોરોના સામેની લડાઈમાં પોતાના નાના બાળક સાથે નિષ્ઠાપૂર્વક કામગીરી બજાવી લોકો માટે પ્રેરણા સમાન બની રહી છે.

અમીરગઢના મોટા અજાપુરા ગામના વતની હીનાબેન ચૌહાણ એલ આર ડીની પરીક્ષા પાસ કરી જામનગર ખાતે ટ્રેનિંગમાં ગયા હતા. જોકે આ સમય દરમિયાન કોરોના વાઈરસ સંક્રમિત થતા તેમની બદલી પોતાના જિલ્લા ખાતે એટલે કે અમીરગઢ ખાતે કરી દેવામાં આવી છે. હાલમાં તેઓ અમીરગઢના ઇકબાલગઢ ગામે ફરજ બજાવી રહ્યા છે. હીનાબેનના પતિ ખેત મજૂરી કરી કરે છે જ્યારે હીનાબેનને પાંચ મહિનાનું બાળક હોવાથી તે બાળકને સાથે રાખી કામ કરે છે.

Etv Bharat
કોરોના વાઈરસની લડાઈમાં અમીરગઢની મહિલાને સલામ

એક તરફ સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવી ઘરમાં જ રહે છે. ત્યારે બીજી તરફ પોતાની અને પોતાના બાળકના જીવના જોખમે હીનાબેન ચૌહાણ ફરજ બજાવી રહ્યા છે. એક બાજુ કોરોના વાઈરસનો હાહાકાર છે અને બીજી તરફ ઉનાળાનો ધોમ ધખતો તાપ, આ બંનેની સામે લડાઈ માં હીનાબેન લોકોનું જીવન બચાવવા માટે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યાં છે. લોકડાઉન હોવા છતાં પણ કેટલાક લોકો તેનું પાલન કરતા નથી, વળી કેટલીક જગ્યાએ તો પોલીસ સાથે ઘર્ષણ કે પોલીસ પર પથ્થર મારાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ જીવન જોખમે કોરોના વાઈરસ સામેના આ મહા યુદ્ધમાં યોદ્ધાઓની જેમ લડત આપી લોકોના આરોગ્યની ચિંતા કરતા આવા હીનાબેન જેવા અનેક લોકો સેવા કરી રહ્યા છે. જે અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.