ETV Bharat / state

બનાસકાંઠાના સદરપુરની રાજીવ આવાસની જમીનને સરકાર હસ્તક કરવાનો આદેશ - rajiv awas

પાલનપુર નગર પાલિકા દ્વારા સદરપુર ગામે રાજીવ આવાસ યોજનાના મકાનો ઉભા કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. જેમાં પાલીકા દ્વારા જમીનનો હેતુ ફેર કર્યા વિના તેમજ સરકારની મંજૂરી વગર હરિપુરાના બદલે સદરપુરમાં ભૂગર્ભ ગટરના પ્લાન્ટની જગ્યા પર રાજીવ આવાસના મકાનો બનાવી દેવાતા જિલ્લા કલેક્ટર દ્રારા રાજીવ આવાસની વિવાદિત જગ્યાને સરકાર હસ્તક કરવાનો તેમજ પાલીકાના શાસકોને પેનલ્ટી ભરવાનો આદેશ કરવામાં આવતા પાલીકા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

બનાસકાંઠાના સદરપુરની રાજીવ આવાસની જમીનને શ્રીસરકાર કરવાનો આદેશ

author img

By

Published : Feb 17, 2020, 7:25 PM IST

પાલનપુરઃ જિલ્લામાંં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબોને ઘરનું ધર આપવા માટે સરકાર દ્વારા શહેરના હરીપુરા વિસ્તારના સર્વે નંબર 128 અને 129માં રાજીવ આવાસ યોજના માટે જમીન ગ્રાન્ટ કરી હતી. પરંતુ પાલનપુર નગર પાલિકાના સત્તાધીશોએ આ સોનાની લગડી સમાન જમીન રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવવાને બદલે આ જગ્યાને અનામત રાખી સદરપુર ગામે ભૂગર્ભ ગટરના પ્લાન્ટ માટે ફાળવવામાં આવેલી જમીનનો હેતુફેર કર્યા વિના તેમજ સરકારની પૂર્વ મંજૂરી લીધા વિનાજ નગર પાલિકા દ્વારા સદરપુર ગામે રાજીવ આવાસ યોજનાના મકાનો ઉભા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો.

બનાસકાંઠાના સદરપુરની રાજીવ આવાસની જમીનને શ્રીસરકાર કરવાનો આદેશ
બનાસકાંઠાના સદરપુરની રાજીવ આવાસની જમીનને શ્રીસરકાર કરવાનો આદેશ

આ વિવાદમાં સદરપુર ગ્રામ પંચાયત દ્વારા પણ આ ગેરકાયદેસર રાજીવ આવાસ યોજનાને લઈને પાલનપુર પાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં આ જગ્યા ખાલી કરીને રાજીવ આવાસના મકાનો હટાવી દેવા જણાવાયું હતું. પાલનપુર શહેર ગટરનું ગંદુ પાણી ઠાલવવા માટે સદરપુર ગામે ઓક્સી ડોક્ષી પ્લાન્ટ બનાવવાનો હતો. જે જગ્યાને પાલનપુર પાલિકાએ રાજીવ આવાસ યોજનામાં ફેરવી નાખતા પાલનપુરના ભૂગર્ભ ગટરના પાણીના નિકાલનો કોઈ માર્ગ રહ્યો નથી. જે અંગે જિલ્લા કલેક્ટર સહિત ઉચકક્ષાએ રજૂઆતો થતા જિલ્લા કલેક્ટરે સદરપુર ગામની વિવાદિત રાજીવ આવાસ યોજનાની જમીનને શ્રીસરકાર કરવાનો આદેશ કર્યો છે.

જો કે જિલ્લા કલેક્ટરના રાજીવ આવાસ યીજનામાં જમીનને સરકારી કરવાના આદેશથી પાલીકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને પદાધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે એ જણાવ્યું હતું કે, સદરપુર ગામે ભૂગર્ભ ગટરના પ્લાન્ટ માટે ફાળવેલા જમીનનો હેતુ ફેર કર્યા વિનાજ આ જગ્યા પર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવી દેવાતા એસ. એસ. આર.ડી અને મહેસુલ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ સદરપુર ગામની રાજીવ આવાસ યોજનાની જમીનને શ્રી સરકાર કરવાના આદેશ કરાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.