સાબરકાંઠાઃ જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા માટે કલમ 144 લગાવવામાં આવી છે. જે સાબરકાંઠા જિલ્લામાં આગામી 31 માર્ચ સુધી અમલી રહેશે. જે દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં ચાર લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને પગલે હજારો લોકોના મોત થયા છે, તેમ જ હજૂ પણ દિન-પ્રતિદિન હજારો લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થઈ રહ્યા છે. જે અંતર્ગત ભારતમાં અને ગુજરાતમાં પણ હવે કોરોના વાઇરસની ગંભીર અસર જણાઈ રહી છે.
જેના પગલે સાબરકાંઠા જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા ચાર લોકોના એકઠા થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સાથોસાથ આગામી 31 માર્ચ સુધી જાહેર સ્થળો પર ચાર લોકોએ એક સાથે ભેગા ન થવાની વાત કરવામાં આવી છે.
જો કે, આગામી સમયમાં 31 માર્ચ સુધી ચાર કે, ચારથી વધારે લોકો જાહેર સ્થળોએ થશે, તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ સાથ જ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે.