ડીસાની ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા વર્ષ 2019 અને વીસ માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયાના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓએ NSSની પ્રવૃત્તિથી માહિતગાર કરવામાં આવ્યા હતા.નવા જોડાયેલા વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પ્રોફેસર આશાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે વર્ષ દરમિયાન કોલેજમાં NSS યુનિટ દ્વારા કરવામાં આવેલ પ્રવૃતિઓનો નિર્દેશન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે NSS પાસે સમાજ શું અપેક્ષા રાખે છે. તે અંગે જગદીશભાઈ ચાવડા દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. વધુમાં જગદીશભાઈએ જણાવ્યું હતુ કે, આવનાર સમયમાં જળની વિકટ સ્થિતિ થવાની છે. જેનાથી વિદ્યાર્થીઓને અગત કરાવી ઝાડ બચાવવા વૃક્ષોનો ઉછેર કરવો તેમજ પ્લાસ્ટિકના વપરાશ ને ઓછો કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં નિશા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રોફેસર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.