ETV Bharat / state

ડીસામાં મરણનું પ્રમાણ પત્ર ક્યારે અને કેવી રીતે મળે છે એનો રિયાલિટી ચેક - Deesa area death certificate

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની મહામારીમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. જે બાદ તેમને મરણ દાખલો લેવા માટે લાંબા સમયની રાહ જોવી પડતી હતી, ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં જ મરણ દાખલો મૃત્યુ પામનારના સગા સંબંધીઓને તાત્કાલિક મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ સરકાર દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કામ કરી રહી છે, જૂઓ અમારા આ અહેવાલમાં...

Deesa News
Deesa News
author img

By

Published : May 28, 2021, 8:17 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના કાળમાં અનેક લોકોના મોત
  • ડીસામાં ત્રણ મહિનામાં 542 લોકોના મોત
  • તમામ લોકોને ડીસા નગરપાલિકા દ્વારા મરણ દાખલા અપાયા
  • અરજદારોને એક જ દિવસમાં મરણનો દાખલો આપવામાં આવે છે
  • કોરોના કાળની પરિસ્થિતિ

બનાસકાંઠા : સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ચાલુ વર્ષે પણ કોરોના વાઈરસની મહામારીએ એટલો વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે અનેક લોકોએ આ કોરોના વાઈરસની મહામારીમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં પણ આ વર્ષે કોરોના વાઈરસની મહામારીમાં અનેક લોકો સંક્રમિત થયા હતા અને જેમાં અનેક લોકો મોતને ભેટ્યા હતા. શરૂઆતમાં 50 જેટલા કેસો બનાસકાંઠા જિલ્લામાં આવ્યા હતા, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ કોરોના વાઈરસની મહામારીમાં અનેક લોકો સપડાયા હતા. જેમાં શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારની એવી એક પણ હોસ્પિટલ કે શાળાઓ નહીં હોય કે જ્યાં કોરોના દર્દી સારવાર ન લઇ રહ્યો હોય. છેલ્લા બે મહિનામાં કોરોના વાઈરસની મહામારીને કારણે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે ચોક્કસથી કહી શકાય કે આ વર્ષે આવેલી કોરોના વાઈરસની મહામારીએ અનેક લોકોની જિંદગી મોત સુધી પહોંચાડી છે.

મરણનું પ્રમાણ પત્ર ક્યારે અને કેવી રીતે મળે છે એનો રિયાલિટી ચેક

આ પણ વાંચો : કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા અને ગેની ઠાકોરે ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

કોરોનામાં લોકોના મોત

ચાલુ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસની મહામારીમાં અનેક લોકોના મોત નિપજ્યા છે, ત્યારે ડીસા તાલુકામાં પણ કોરોના વાઈરસની સૌથી વધુ અસર જોવા મળી હતી. ખાસ કરીને વધતા જતા કોરોના વાઈરસના કેસને કારણે ડીસા તાલુકાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાવવા લાગી હતી. જેના કારણે સતત ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાઇ હતી. રોજે રોજ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સર્જાતી અછતના કારણે અનેક લોકોના મોત નિપજ્યા હતા. ચારે બાજુ ડીસા શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં કોરોના દર્દીઓ જોવા મળતા હતા. ડીસા શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં કોરોના દર્દીઓ તેમજ અન્ય બીમારીથી 542 લોકોના મોત નિપજ્યા છે. જેમાં ડીસા શહેરમાં- 355, ગ્રામીણ વિસ્તારમાં- 84 અને કાંકરેજ તાલુકામાંથી સારવાર લેવા આવેલા 4 લોકોના મોત નિપજ્યા હતા.

બનાસકાંઠા
બનાસકાંઠા

આ પણ વાંચો : ડીસામાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓને ઈન્જેકશનની વ્યવસ્થા માટે રજૂઆત

મરણ દાખલો લેવા માટે આવતા લોકો

કોરોના વાઈરસની મહામારીમાં ડીસા શહેરમાં વિવિધ હોસ્પિટલોમાં સારવાર લેવા આવેલા 542 લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા, ત્યારે તેઓને પોતાના સ્વજનો જે કોરોના વાઈરસની મહામારીમાં મોતને ભેટ્યા છે. તેમનો મરણ દાખલો લેવા માટે ડીસા નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા. ડીસા નગરપાલિકા ખાતેથી અત્યાર સુધી 542 લોકોને મરણ દાખલા આપવામાં આવ્યા છે. જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સગા સંબંધી પોતાની અરજી લઈને નગરપાલિકા પહોંચે છે. જ્યાં નગરપાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા મૃત્યુ પામેલા વ્યક્તિની તમામ પ્રકારની માહિતી લેવામાં આવે છે. જે બાદ એક જ દિવસમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા બાદ મરણનો દાખલો આપવામાં આવે છે. ડીસા નગરપાલિકા દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલા તમામ મરણના દાખલામાં ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં કોઈ જ પ્રકારની પ્રોબ્લેમ આવી નથી અને અરજદારોને પણ એક જ દિવસમાં પોતાના સ્વજનનો મરણનો દાખલો મળી જતો હોવાથી તેમને કોઈ જ પ્રકારની હાલાકી ભોગવવી પડતી નથી.

બનાસકાંઠા
બનાસકાંઠા

સરકારનું આયોજન

કોરોના વાઈરસની મહામારીમાં અત્યાર સુધી અનેક લોકોના મોત નિપજ્યા છે. જ્યારે આવા સમય લોકોને મરણનો દાખલો લેવા માટે બેથી ત્રણ દિવસ સુધી સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા, પરંતુ સરકાર દ્વારા પણ અરજદારોને ઝડપીથી મરણ દાખલો મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડીસા નગરપાલિકા દ્વારા હાલમાં સરકાર દ્વારા જે એપ્લિકેશન આપવામાં આવી છે તેના દ્વારા મરણ દાખલો આપવામાં આવી રહેશે. જેમાં અત્યાર સુધી અનેક લોકોને મરણના દાખલા પણ આપવામાં આવ્યા છે અને માત્ર એક જ કલાકમાં અરજદારને મરણનો દાખલો મળી રહે છે. ડીસા નગરપાલિકામાં પણ અત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી એપ્લિકેશન દ્વારા મરણના દાખલા આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આ એપ્લિકેશનમાં અનેક લોકોને મરણ દાખલા આપ્યા છે, પરંતુ કોઈ જ પ્રકારની એપ્લિકેશન પર હાલાકી પડતી નથી અને અરજદારોને પણ ઝડપીથી દાખલાઓ આપવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠા
બનાસકાંઠા

મૃત્યુ પામેલા લોકોની આંકડાકીય માહિતી

  • ડીસા શહેરમાં- 355
  • ગ્રામીણ વિસ્તારમાં- 84
  • કાંકરેજ- 4
  • પુરુષ- 300
  • સ્ત્રી- 241
  • અન્ય- 1

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.