નવરાત્રી એટ્લે શક્તિ અને ભક્તિનું પર્વ... આ પર્વ દરમિયાન ગુજરાતમાં ગરબાનું ખૂબ જ મહત્વ રહેલું છે. જેથી ડીસા ખાતે આવેલ બી.આર.સી.ભવનમાં તાલુકાની તમામ સરકારી શાળાના શિક્ષકોની હાજરીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ડીસા શહેરમાં આવેલા દિવ્યાંગ ભવનના બાળકોને પણ બોલાવવામાં આવ્યા હતા. આ બાળકોને ઉપસ્થિત શિક્ષકોએ નવરાત્રીના મહત્વ વિશે સમજણ આપી હતી. ત્યારબાદ રાસ ગરબામાં ભાગ લઈને દિવ્યાંગો પણ ઉત્સાહિત થઈ ગયા હતા.