અંબાજીથી 50થી વધુ પેસેન્જરો ભરેલી લક્ઝરી બસ દાંતા તરફ આવી રહી હતી ત્યારે દાંતા નજીક ત્રિશુલીયો ઘાટ પાસે લક્ઝરી બસના ડ્રાઈવરને કંટ્રોલ ન રહેતા લક્ઝરી પલટી ખાધી હતી. જેમાં 21 થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે બીજા અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આણંદથી 46 મુસાફરો ભરી નીકળેલી લક્ઝરી બસ અંબાજી માતાના દર્શને પહોંચી હતી. જ્યાં દર્શન કર્યા બાદ ૪૬ મુસાફરો લઈ લકઝરી બસ પોતાના આણંદ જવા માટે રવાના થઈ હતી. જ્યાં દાંતા પાસે આવે તો નજીક લક્ઝરી બસના ડ્રાઇવર વળાંકમાં ટર્ન મારવા જતાં લક્ઝરી બસ પલટી જવા પામી હતી. જે લક્ઝરી બસ બાજુમાં આવેલા પહાડોને અથડાઈ હતી અને અંદર બેઠેલા આણંદ, નદોતરી અને બોરસદના 46 મુસાફરોમાંથી ઘટનાસ્થળે 21 લોકોના મોત થયા હતા. જેમાં 4 બાળકો, 3 સ્ત્રીઓ અને 14 પુરુષ હોવાનું બહાર આવ્યું હતું. જે બાદ અન્ય 25 મુસાફરોને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે દાંતા પોલીસ, દાંતા એસ ડી એમ તેમજ અંબાજી વહીવટી તંત્ર દ્વારા આ તમામ મુસાફરોને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલ તમામ 21 મુસાફરોની મૃતદેહને પી.એમ અર્થે દાંતા ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.