- જિલ્લામાં શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોના કેસમાં વધારો થયો
- રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ડીસા તાલુકાના ઢુંવા ગામની લીધી મુલાકાત
- ગામના લોકો દ્વારા સ્વખર્ચે બનાવવામાં આવ્યું છે કોવિડ કેર સેન્ટર
- 50થી પણ વધુ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
બનાસકાંઠાઃ કોરોના વાઇરસની મહામારીએ સમગ્ર ભારત દેશને હચમચાવી દીધું હતું. ધીમે ધીમે શહેરી વિસ્તાર બાદ ગ્રામીણ વિસ્તારમાં પણ સતત કોરોના વાઇરસના કેસ વધતા ગયા હતા વધતા જતા હતા. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં ગ્રામજનો દ્વારા સ્વખર્ચે હોસ્પિટલો શરૂ કરવામાં આવી હતી. તમામ સુવિધાઓ કોરોના દર્દીઓને પોતાના ગામમાં જ આપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રાજયના ગૃહ પ્રધાને ખેડાના કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઈ સમીક્ષા કરી
ગામમાં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું
બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે કોરોનાએ ગ્રામીણ વિસ્તારમાં ભરડો લેતા લોકોની હાલત કફોડી બની હતી. કોરોનાની ચેઇનને તોડવા માટે ગામડાના લોકોએ પુરી તૈયારીઓ કરી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના ઢૂવા ગામમાં પણ સરપંચ, ગ્રામજનો અને જાગૃત યુવાનોની ટીમ સાથે મળી ગામમાં આવેલી શાળામાં કોવિડ કેર સેન્ટર ઉભુ કર્યું હતું. જ્યાં એક સાથે 50 જેટલા દર્દીઓ અત્યારે સારવાર લઇ રહ્યા છે.
આ પણ વાંચોઃ વડોદરાઃ કલેક્ટરે પદરા શહેરની મુલાકાત લીધી, વધુ એક હોસ્પિટલને કોવિડ સારવાર માટે મંજૂરી આપી
રાજ્યસભાના સાંસદ ઢુંવા ગામની મુલાકાતે
રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોરે આજે શનિવારે ઢુવા ગામ ખાતે આવેલી લોકભાગીદારીથી ચાલી રહેલા કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોકો દ્વારા દર્દીઓની કરવામાં આવી રહેલી સેવાનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ દર્દીઓના હાલચાલ પૂછ્યા હતા. સાથે સાથે ગ્રામલોકો દ્વારા કોવિડ કેર સેન્ટરમાં રહેવાની, ઓક્સિજન બોટલની સુવિધા તેમજ જમવાની પણ સુવિધા સાથે દર્દીની ખૂબ જ કેર કરવામાં આવી રહી હોવાનું જોઈને સાંસદે કોરોના મહામારીમાં વોરિયર્સ બનેલા ગ્રામીણ વિસ્તારના લોકોની સેવાને બિરદાવી હતી.