- યુપીથી ગુજરાતમાં કિંમતી ધાતુની હેરાફેરી કરનારા ઝડપાયા
- રાજસ્થાન પોલીસે બનાસકાંઠાના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા
- પોલીસે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
બનાસકાંઠાઃ કોરોના મહામારીમાં ગેરકાયદેસર સોના, ચાંદી અને હીરા જેવી કિંમતી ધાતુની હેરાફેરી કરતા બનાસકાંઠાના ત્રણ શખ્સો ઝડપાયા છે. રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસ પિંડવાડા પાસે વાહન ચેકિંગમાં હતી તે સમયે ખાનગી રાહે માહિતી મળતા આગ્રા થી અમદાવાદ જઇ રહેલી બસને થોભાવી તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર સોનુ, ચાંદી અને હીરાનો જથ્થો મળી આવ્યો હતો.
શખ્સો આ જથ્થો આગ્રાથી અમદાવાદ લઈ જઈ રહ્યા હતા
જિલ્લાના 3 શખ્સો આ જથ્થો આગ્રાથી અમદાવાદ લઈ જઈ રહ્યા હતા. જે દરમિયાન પોલીસે આ ત્રણેય શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી ત્રણ કરોડ રૂપિયાનું સોનુ, ચાંદી મળી આવતા પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી
રાજસ્થાન પોલીસે આ તમામ શખ્સની તપાસ કરતા ઇમરાન હાપાની, અહમદ જુબેર અને આસિફ કુંભાર હોવાનું બહાર આવ્યું હતું. જેમની પાસેથી પોલીસે 3.30 કવીંટલ ચાંદી, અડધો કિલો સોનુ અને હીરા સહિત અંદાજે 3 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ ત્રણેય સામે ગુનો નોંધી સ્વરૂપગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.