બનાસકાંઠા- બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાર્વત્રિક વરસાદ Rain in Banaskantha વરસ્યો છે. ગત મોડી રાત્રીથી શરૂ થયેલો ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. રાત્રિના સમયથી શરૂ થયેલા વરસાદના કારણે વરસાદી પાણીથી ખેતરો ભરાયાં છે તો ક્યાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. ત્યારે લોકોએ ગરમીથી રાહત પણ મેળવી હતી. જિલ્લામાં ખાસ કરીને ડીસા અને દિયોદર વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો જેના કારણે ખેતરો પાણીના બેટમાં ફેરવાયા હતા. જ્યારે અનેક જગ્યાઓ પર વરસાદના કારણે મકાનો પણ ધરાશાયી થયા હતાં. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદની ધમાકેદાર એન્ટ્રી(Monsoon Banaskantha 2022) થઈ છે તે પ્રમાણે વાવણી લાયક વરસાદથી (Plantable rain in Banaskantha)ક્યાંક ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ક્યાંક લોકોને થયેલા નુકસાનના કારણે દુઃખ પણ જોવા મળી રહ્યું છે.
દિયોદરમાં 8 ઇંચ વરસાદથી પાણી જ પાણી - બનાસકાંઠા જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદમાં Rain in Banaskantha સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ દિયોદર તાલુકામાં ખાતે પડ્યો હતો. જેના કારણે શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં ચારે બાજુ પાણી ફરી વળ્યું હતું. ખાસ કરીને ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે લાંબા સમય બાદ વરસાદ પડતા લોકોએ પણ રાહત (Monsoon Banaskantha 2022)અનુભવી હતી. પાણીની તંગીનો સામનો કરી રહેલો દિયોદર તાલુકો હાલ વરસાદના કારણે ખુશી અનુભવી રહ્યો છે. મોટાભાગના તમામ વિસ્તારોમાં 8 ઇંચ (8 inches in Diodar ) જેટલો વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી તમામ ખેતરો વરસાદી પાણીથી (Plantable rain in Banaskantha)ભરાઈ જવા પામ્યા હતાં.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રવાસીઓ લીલાલહેર : ખાલી જળાશયોમાં નવા નીરની આવક, જાણો ક્યો ડેમ કેટલો ભરાયો
અમીરગઢ તાલુકામાં ભારે વરસાદના કારણે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાયા - બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં 5 ઇંચ જેટલો ચાર કલાકમાં વરસાદ Rain in Banaskantha પડતા અનેક અંડરબ્રિજમાં પાણી ભરાયા હતાં. અમીરગઢ પાસે આવેલા અંડર બ્રિજમાં વરસાદી પાણી ભરાતા અહીંથી પસાર થતા શાળામાં જવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમીરગઢ પાસે આવેલા અંડર બ્રિજમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા બાઈક ચાલકો અને ફોરવીલ વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. આ અંડર બ્રિજના પાણીના નિકાલ માટે અનેકવાર સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે તેમ છતાં પણ દર વર્ષે ન જેવા વરસાદમાં જ પાણી ભરાઈ જતું હોય છે. બીજી તરફ ખેડૂતોમાં ખુશી (Plantable rain in Banaskantha) જોવા મળી હતી.
ડીસામાં વરસાદના કારણે મકાનો ધરાશાયી થયા - ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો ન હતો જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટ થાય તેવા એધાણ સર્જાઈ રહ્યા હતાં. પરંતુ ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થવા પામ્યું છે. ડીસામાં ગત મોડી રાત્રે પડેલા 5 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ડીસામાં આવેલા બેકરી કુવા વ્હોળા ગત મોડી રાતે પડેલા ભારે વરસાદના (Rain in Banaskantha) કારણે બે કાચા પતરાંવાળા મકાન ધરાશાયી (Home collapsed in Deesa) થતાં મકાન માલિકને મોટું નુકસાન થયું હતું, જોકે કોઇ જાનહાનિ થઇ નથી.
આ પણ વાંચોઃ સુરતમાં આખી રાત વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ઉકાઈ ડેમ હવે ભયજનક સપાટીથી માત્ર 3 ફૂટ જ દૂર
દુકાનોમાં પાણી ફરી વળતા નુક્શાન - ડીસામાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદથી Rain in Banaskantha બેકરી કુવા વિસ્તારમાં ચાર રસ્તા પાસે આવેલી 50 જેટલી દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયું હતું. આ દુકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ઘૂસી જતા દુકાનનો માલસામાન તરવા લાગ્યો હતો. ઇલેક્ટ્રીક સબમર્સીબલ, બેટરી, કરિયાણાની દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે. મહત્વની વાત એ છે કે ગત વર્ષે પણ સામાન્ય વરસાદથી જ આ દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું. આ દુકાનદારોએ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી હતી તેમ છતાં પણ પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન થતા આ વખતે ફરીથી દુકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે અહીં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવી દુકાનદારોની માંગ છે.
જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ થયો - બનાસકાંઠા જિલ્લામાં (Monsoon Banaskantha 2022)છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયુ વાતાવરણ રહેતા દિવસ દરમિયાન ભારે ઉકળાટ જેવી સ્થિતિ બની હતી. ત્યારે ગઇકાલે ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેમાં અમીરગઢ 120 મિમી, કાંકરેજ 73 મિમી, ડીસા 120 મિમી, થરાદ 52 મિમી, દાંતા 59 મિમી, દાંતીવાડા 40 મિમી, દિયોદર 190 મિમી (8 inches in Diodar ) , પાલનપુર 37 મિમી, ભાભર 73 મિમી, લાખણી 35 મિમી, વડગામ 38 મિમી, વાવ 75 મિમી અને સુઇગામમાં 72 મીમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ દિયોદરમાં સુધી વધુ 8 ઇંચ જેટલો વરસાદ Rain in Banaskantha ખાબક્યો હતો જ્યારે અમીરગઢ અને ડીસામાં પણ 5- 5 ઇંચ વરસાદ ખાબકતા જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાલનપુર, ડીસા, અમીરગઢ અને દિયોદરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.