ડીસાઃ બનાસકાંઠામાં રાયડાની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. જિલ્લામાં બટાકા બાદ ખેતીમાં રાયડાનો બીજો નંબર આવે છે. ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં રાયડાની ખેતી મોટા પાયે કરવામાં આવી છે. જેથી ડીસાનું ગંજ બજાર રાયડાની આવકથી ઉભરાવા માંડ્યું છે. ડીસા માર્કેટ યાર્ડમાં અત્યારે પ્રતિદિન રાયડાની અંદાજે 3 હજાર કરતાં પણ વધુ બોરીની આવક થઈ રહી છે. આટલી માતબર આવક હોવા છતાં ખેડૂતોને રાયડાના ભાવ જોઈએ તેવા મળતા નથી. આ અંગે ડિસા ગંજ બજારના સેક્રેટરીએ જણાવ્યું કે, દર વર્ષ કરતાં અત્યારે ખેડૂતોને રાયડાના પ્રતિ 20 કિલોએ 50 રૂપિયા ઓછા મળી રહ્યાં છે
રાયડાના ઉપયોગ અંગે ડીસા માર્કેટ યાર્ડના વેપારી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, રાયડાનો ઉપયોગ ખાદ્ય તેલ માટે થાય છે અને ત્યારબાદ તેના વધેલા ખોળમાંથી કેટલ ફૂડ બને છે, પરંતુ તેમ છતાં આ વર્ષે રાયડાના ભાવ ખૂબ ઓછા છે.