સાબરકાંઠાઃ શનિવારે ઈડર પાવાપુરી જૈન મંદિરના બન્ને જૈનાચાર્યની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ બન્નેનો કોરોના રિપોર્ટ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. આ સાથે સુરતની પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પોલીસે બન્ને જૈનાચાર્યોની પૂછપરછ હાથ ધરી હતી.
ઈડરના 2 જૈનાચાર્યની અટકાયત
- 4 દિવસ આગાઉ ફરિયાદ દાખલ કરાઇ હતી
- સુરતની મહિલાએ બન્ને પર બળજબરીનો લગાવ્યો હતો આરોપ
- અટકાયત થવાથી સામાજીક આગેવાનેએ સખત સજા આપવાની માગ કરી
આ અંગે જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું કે, આ બન્ને જૈનાચાર્ય સાધુના નામે શેતાન છે. આ બન્ને લોકોએ કેટલાય લોકોની જિંદગી બરબાદ કરી છે. જેથી તેમને સખત સજા આપવી જોઈએ.
આ સમગ્ર મુદ્દે જૈન સમાજના સ્થાનિક લોકો પોલીસ મથકે દોડી આવ્યા હતા અને આ બન્ને જૈનાચાર્યને જૈન સમાજમાંથી બરતરફ કરી, સામાજીક રીતે જીવન જીવવાની તેમજ કપડાં પહેરાવી સામાજીક બનાવવાની માગ કરી હતી.
આ અંગે સામાજીક અગ્રણી સુરેશ દોશીએ ન્યાય નહીં મળવા પર CID તપાસની માગ કરી હતી. આ ઉપરાંત ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.