ETV Bharat / state

બનાસકાંઠા: વાવના ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળતા નર્મદા કેનાલ પર રામધૂન ગાઈને વિરોધ કર્યો

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા રાધાનેસડા ગામના ખેડૂતોને નર્મદા વિભાગ દ્વારા સિંચાઈનું પાણી નહીં મળતા રાધાનેસડા ગામના 100થી વધુ ખેડૂતોએ કેનાલ પર જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. રાધાનેસડાના ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટર પર આકરા પ્રહારો કર્યા હતા.

બનાસકાંઠા
બનાસકાંઠા
author img

By

Published : Dec 6, 2020, 8:35 PM IST

  • બનાસકાંઠાના ખેડૂતોએ નર્મદા કેનાલ પર કર્યો વિરોધ
  • સિંચાઈ માટે પાણી નહીં મળતા કર્યો વિરોધ
  • નર્મદા વિભાગના અધિકારીઓ પર કર્યા આકરા પ્રહાર

બનાસકાંઠા: વાવ તાલુકાના સરહદી વિસ્તાર પર આવેલા રાધાનેસડા ગામના 100થી વધુ ખેડૂતોએ માઇનોર કેનાલમાં સિંચાઈ માટે પાણી નહીં મળતા રામધૂન ગાઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રાધાનેસડા માઈનોર એક કેનાલમાં પાણી આપવાની માગ કરી હતી.

ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળતા નર્મદા કેનાલ પર રામધૂન ગાઈને વિરોધ કર્યો

નર્મદાના અધિકારીઓ પર કર્યા આકરા પ્રહાર

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં શિયાળુ સિઝન આવતા અને સરહદી વિસ્તારોમાં નર્મદાની કેનાલમાં સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. નર્મદા નિગમના અધિકારીઓ પર રોષ ઠાલવતાં ખેડૂતોએ કહ્યું કે, અનેકવાર રજૂઆતો કરવા છતાં અમને સિંચાઈ માટે પાણી મળતું નથી. રાધાનેસડા ગામના ખેડૂતોએ શિયાળુ પાક માટે ખાતર અને બિયારણમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. જયારે હજુ સુધી રાધાનેસડાના ખેડૂતોને માઇનોર કેનાલમાં પાણી મળ્યું નથી. હવે જો પિયત માટે જલદીથી પાણી નહીં મળે તો ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

ખેડૂતોની એક જ માગ, પાણી આપો

બનાસકાંઠાના સરહદી વિસ્તાર રાધાનેસડા ગામના ખેડૂતોએ ભેગા મળીને કેનાલ પર સિંચાઇનું પાણી નહીં મળતા રામધૂન ગાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, અમારું ગામ સરહદી વિસ્તાર છે. અમારો જીવન નિર્વાહ ખેતી પર છે. અમારી પાસે બીજો કોઈ વ્યવસાય નથી. અમને જો શિયાળુ પાક માટે નર્મદાનું પાણી નહીં મળે તો અમે દેવાદાર બની જઈશું. જેથી સરકાર અમારી વાત સાંભળે અને બે દિવસમાં અમારા વિસ્તાર સુધી પાણી પહોંચાડે તેવી વિનંતિ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.