બનાસકાંઠા: જિલ્લામાં આ વર્ષે 14 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પાકને લઈ ખુશી જોવા મળી રહી છે. સતત કેટલાક દિવસથી પડી રહેલા વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નુકસાન પણ થયું છે. ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા જગતના તાતને મોટું નુકસાન થયું છે.
કેટલાક ગામમાં અનેક મકાનો ધરાશાયી થતા લોકોને નુકસાન થાય છે તો, ગ્રામ્ય વિસ્તારોમાં ગામની પ્રોટેક્શન માટે બનાવવામાં આવેલી દિવાલો પણ ધરાશાયી થઇ છે. જેથી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે ડીસા તાલુકાના થેરવાડા ગામમાં ત્રણ તળાવમાં વરસાદી પાણીના કારણે નવા નીર આવ્યા છે.
થેરવાડા ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગમાં થેરવાડાથી ઝેરડા જતા રોડ પર બનાવેલું નાળાની દીવાલ ભારે વરસાદના પગલે ધરાશાયી થયી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલું નાળું આવા સમયે તૂટી જતા બેદરકારી સામે આવી છે.
સરકાર દ્વારા દર વર્ષે ગ્રામિણ વિસ્તારમાં વિકાસ માટે કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ તેમની ભ્રષ્ટાચાર ભરી નીતિના કારણે આવા કામો પહેલા વરસાદમાં જ ધોવાઇ જતા હોય છે. ખેરવાડા થેરવાડા ગામે થોડા દિવસ અગાઉ કોન્ટ્રાક્ટરો દ્વારા થોડા સમય પહેલા બનાવેલ નાળાની પ્રોટેક્શન દીવાલ વરસાદમાં જ ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ હાજર ન હોવાના કારણે જાનહાની ટળી હતી.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના વરસાદ પડ્તા દીવાલ ધરાશાયી થતા બેદરકારી સામે આવી છે. તંત્ર યોગ્ય પગલા ભરે તેવી લોકો માગ કરી રહ્યાં છે.