બનાસકાંઠા: ડીસામાં ભાજપના નવા ધારાસભ્ય પ્રવીણ માળીના (pravin mali mla bjp disa assembly seat) શુભેચ્છકોએ ચૂંટણી દરમિયાન અનોખી માનતા રાખી હતી. જેમાં ધારાસભ્ય પ્રવીણ માળીને નોટબુકથી તોલવામાં આવીને માનતા પૂરી કરવામાં આવી (mla Taken from a notebook by well wishers) છે. ધારાસભ્યના(pravin mali mla bjp) વજન બરાબર તોલવામાં આવેલી નોટબુકો ગરીબ વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
ધારાસભ્યની અનોખી પહેલ: ડીસામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીની જંગી બહુમતીથી વિજય થતા સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ મતોથી ડીસાના ભાજપના ઉમેદવાર પ્રવીણભાઈ માળીનો વિજય થયો હતો. જે બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી તેમના સમર્થકો દ્વારા તેમનું પુષ્પકુંજ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવતું હતું. પરંતુ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ તેમના સ્વાગત દરમિયાન અનોખી પહેલ શરૂ કરી હતી. જેમાં તેમને એક સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો કર્યો હતો કે જે પણ લોકો મારું સ્વાગત કરવા માંગે છે તે લોકો હવે ફુલહાર અને મોમેન્ટો લઈને નહીં આવે અને તેની જગ્યાએ નોટબુક લઈને મારું સ્વાગત કરવામાં આવે આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતાની સાથે જ હાલ મોટા પ્રમાણમાં ઠેર ઠેર દરેક ગામના લોકો ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનું નોટબુક આપીને સ્વાગત કરી રહ્યા છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનો ઉદ્દેશ્ય છે કે જે લોકો ફુલ અને મોમેન્ટોમાં ખર્ચ કરે છે તે ખર્ચ નોટબુકમાં કરે અને આ તમામ નોટબુક ગરીબ બાળકોના અભ્યાસ માટે આપવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો Kankaria Carnival 2022: તૈયારીઓ અને આયોજન અંગે હેરિટેજ વિભાગના ચેરમેન સાથે ખાસ વાતચીત
અનોખી માનતા: ડીસાના નવનિયુક્ત અને યુવાન ધારાસભ્ય પ્રવીણ માળીએ અનોખી પહેલ શરૂ કરે છે. આમ તો જીતેલા ઉમેદવારને લોકો ફુલહાર, પુષ્પગુચ્છ કે બુકે થી સ્વાગત કરતા હોય છે, પરંતુ ડીસાના ધારાસભ્યએ લોકોને ફૂલહાર માં પૈસા વેસ્ટ કરવાને બદલે એટલી જ કિંમતની નોટબુકથી સ્વાગત કરવાની પહેલ કરતા અત્યારે તેમનું ઠેર ઠેર પુસ્તકોથી સ્વાગત થઈ રહ્યો છે. તે દરમિયાન માલગઢ ગામે તેમના શુભેચ્છકો દ્વારા પ્રવિણ માળી વિજેતા થાય તો સાકરથી તોલવાનીની માનતા રાખી હતી. જો કે તેમાં ધારાસભ્યએ પ્રવિણ માળીએ સાકરને બદલે નોટબુકથી તોલવાનુ કહેતા જય ગોગા મહારાજના મંદિરે તેમને નોટબુકોથી તોલી માનતા પૂર્ણ કરવામાં આવી હતી. ધારાસભ્યના વજન બરાબર 90 કિલો નોટબુકો ગરીબોને અર્પણ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો કરોડો રૂપિયા ખર્ચ કરે કોર્પોરેશન અને સંચાલન કરે કોન્ટ્રાક્ટર!
આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણ માળીએ જણાવ્યુ હતુ કે, લોકો મારું ફૂલહાર અને શાલથી સ્વાગત કરતા હતા. તે કોઈને કામ આવતી નહોતી ત્યારે મેં લોકોનો નોટબુકથી મારૂં સ્વાગત કરવાનું કહેતા આજે મારી નોટબુક તુલા કરવામાં આવી છે. ત્યારે માનતા રાખનારા વ્યક્તિ પ્રભુજી સોલંકીએ કહ્યુ હતુ કે, ‘અમે સાકર તુલાની માનતા રાખી હતી. પણ ધારાસભ્યના કહેવાથી તેમની નોટબુક તુલા કરવામાં આવી છે. જે ગરીબ વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવશે તેની અમને ખુશી છે.’