ETV Bharat / state

Power cut in Banaskantha: સરકાર 24 કલાકમાં વીજળીની માંગ પુરી નહીં કરે તો ખેડૂતોની આંદોલન માટે ચીમકી

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આઠ કલાકની જગ્યાએ 4 કલાક વીજળી આપતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જેથી ખેડૂતો હવે આંદોલનના મૂડમાં છે. ખેડૂતોને આઠ કલાકની વીજળી મળે તેના માટે ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયા હતાં.

Power cut in Banaskantha: સરકાર 24 કલાકમાં વીજળીની માંગ પુરી નહીં કરે તો ખેડૂતોની આંદોલન માટે ચીમકી
Power cut in Banaskantha: સરકાર 24 કલાકમાં વીજળીની માંગ પુરી નહીં કરે તો ખેડૂતોની આંદોલન માટે ચીમકી
author img

By

Published : Mar 25, 2022, 8:56 PM IST

બનાસકાંઠા: સમગ્ર ગુજરાતમાં વીજકાપને લઇ ખેડૂતો પરેશાન(Tired farmers over power cuts) થઇ ઊઠ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના ડીસામાં ભારતીય કિસાન સંઘના આગેવાનો ઉગ્ર બની સરકાર સામે વિરોધ નોંધાવી ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને આઠ કલાકની જગ્યાએ 4 કલાક વીજળી આપતા ખેડૂતોમાં રોષ

ખેડૂતોની ચિંતામાં વધારો - બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન(Agriculture and Cattle Business) સાથે જોડાયેલો જિલ્લો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વર્ષોથી ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પાણીની વિકટ સમસ્યા હોવાનાં કારણે મોટાભાગના ખેડૂતો માંડ માંડ ખેતી કરતા હતા જે બાદ ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સારી ખેતી કરી આવક મેળવી શકે તે હેતુથી નર્મદા કેનાલની(Narmada Canal) સ્થાપના કરવામાં આવી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત પાણી મળતાની સાથે જ સમૃદ્ધ બન્યો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને એક બાદ એક અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જિલ્લાના ખેડૂતો ખેતીમાં વારંવાર થતાં નુકસાનના કારણે હવે ખેતી છોડી અન્ય વ્યવસાય તરફ પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: પાટણમાં વીજ કાપ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, ખેડૂતો પણ થયા સામેલ

વીજકાપ મામલે ખેડૂતો પરેશાન - સમગ્ર ગુજરાતમાં વીજ કાપ મામલે ખેડૂતો પરેશાન થઇ ઊઠ્યા છે સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવા ના બદલે ચાર કલાક વીજળી મળી રહી છે તેમજ અપૂરતી વીજળી મળવાના કારણે ખેડૂતો ત્રાહીમામ પોકારી ઉઠયા છે તો બીજી તરફ દિવસેને દિવસે પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા(water level went deep) છે અને સરકાર દ્વારા અપાતી વીજળી આપવાના કારણે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકા મથકે ભારતીય કિસાન સંઘ(Indian Farmers Union) દ્વારા અલગ અલગ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસા ખાતે પણ ભારતીય કિસાન સંઘ અને ખેડૂતો મોટી સંખ્યામાં બીજા નાયબ કલેકટર કચેરી આગળ ભેગા થયા હતા. વીજળી મળવાના કારણે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પરેશાન થઇ ઊઠ્યા છે. જેને લઇને કિસાન સંઘના આગેવાનો તેમજ ખેડૂતોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી સમયમાં ખેડૂતોને પૂરતી વીજળી નહીં આપવામાં આવે તો ખેડૂતો ધરણા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આઠ કલાકની વીજળી થાય તેના માટે ખેડૂતો દ્વારા આવેદનપત્ર અપાયા હતા

આ પણ વાંચો: Impact Of Coal Shortage: ખેતીમાં વિજ કાપ મૂકાતાં ખેડૂતો રોષે ભરાયા

જિલ્લામાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન - બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અપૂરતી વીજળીને(Insufficient electricity) લઈને સમગ્ર તાલુકા મથકે સરકાર વિરુદ્ધ અલગ અલગ કાર્યક્રમો યોજી રહ્યા છે. દિયોદર વખાંમાં પણ ખેડૂતો કેટલા કેટલાક દિવસોથી ધરણા યોજી રહ્યા છે ત્યારે ડીસા ખાતે પણ આજરોજ ભારતીય કિસાન સંઘ સહિત ડીસાના આજુબાજુના ખેડૂતો ડીસા નાયબ કલેકટર કચેરી ખાતે એકઠા થયા હતા. સરકાર સામે સૂત્રોચાર કરી પૂરતી વીજળી મળી રહે તેવી માંગ કરી હતી.

જિલ્લામાં ઉગ્ર આંદોલનની ચીમકી - સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચાર કલાકની લાઈટ આપતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તેના પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. આજે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં સરકારના વિરોધમાં ખેડૂતોએ આવેદનપત્ર આપ્યા હતા અને જો ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ધરણા પર ઉતરશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી. તેમજ ખેડૂતો વીજ બિલ પણ નહીં કરે. ખેડૂતોએ ઉગ્ર માંગ કરી હતી હવે જોવાનું એ રહ્યું કે સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી આપે છે કે કેમ એ તો આવનારો સમય બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.