ETV Bharat / state

થરા નગરપાલિકા લાંબા સમયથી વીજ ન ભરતા કનેક્શન કપાયું, અરજદારો અને અધિકારીઓને ભારે હાલાકી

થરા(બનાસકાંઠા): જિલ્લાના કાંકરેજ તાલુકાની થરા નગરપાલિકાનું ફરી એકવખત વીજ કનેક્શન કપાઈ ગયું છે. જેના કારણે પાલિકાનું કામકાજ બંધ રહેતાં અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. આમ તંત્રએ સમયસર લાઈટ બીલ ન ભરાતાં અરજદારોના કામ અટકતાં તેમને વીલા મોઢે પરત જવુ પડ્યું હતું. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

author img

By

Published : Jul 26, 2019, 2:40 PM IST

થરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાયું, અરજદારો અને અધિકારીઓને ભારે હાલાકી

કાંકરેજ તાલુકામાં આવેલી થરા નગરપાલિકામાં ફરીથી વીજ કનેક્શન કપાયું છે. થરા નગરપાલિકા પર લાખ્ખો રૂપિયાનું વીજ બીલ ચડી ગયું હતું. છતાં થરા પાલિકાએ બીલ ભરવાની દરકાર રાખી નહોતી. જેના કારણે UGVCL દ્વારા વારંવાર વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, થરા નગરપાલિકાનું વીજ કનેક્શન અગાઉ પણ કપાવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી 29 લાખ રૂપિયાનું બીલ ભેગું થતાં UGVCL દ્વારા નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ નગરપાલિકાએ વીજ બીલ ભરવાની તસ્દી ન લેતાં વીજ કનેક્શન કાપી નખાયું છે.

થરા નગરપાલિકાનું વીજ કનેક્શન કપાયું, અરજદારો અને અધિકારીઓને ભારે હાલાકી

આમ, પાલિકાની લાલિયાવાડીના કારણે સ્થાનિકોના કામ અટકી ગયા છે. લોકો આજુબાજુના છેવાડા ગામડાઓમાંથી ભાડા ખર્ચીને દસ્તાવેજી કામ માટે આવે છે. પણ પાલિકામાં વીજળી ન હોવાથી તેમને વીલા મોંઢે પરત જવું પડે છે. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Intro:લોકેશન.... થરા. બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.25 07 2019

સ્લગ...થરા નગરપાલિકા નું લાઈટ બિલ બાકી હોવાથી વીજ કનેક્શન કપાયું...

એન્કર...બનાસકાંઠામાં થરા નગરપાલિકા એ લાખ્ખો રૂપિયાનો વીજ બિલ ભરપાઈ ના કરતા આજે પાલિકાનું વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે વીજ કનેક્શન કપાતા પાલિકામાં કામકાજ ઠપ્પ થઈ જતાં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી પડી હતી.....

Body:વિઓ...કાંકરેજ તાલુકામાં આવેલી થરા નગરપાલિકા માં ફરીથી કનેક્શન કપાઈ ગયું છે વાત જાણે એમ છે કે થરા નગરપાલિકા દ્વારા લાખ્ખો રૂપિયાનો વીજ બિલ ચડી ગયું હોવા છતાં પણ થરા નગરપાલિકા તે ભરપાઈ કરતી નથી અને તેના કારણે જ વારંવાર UGVCL દ્વારા વીજ કનેક્શન આપી દેવામાં આવે છે અગાઉ પણ થરા નગરપાલિકા નું વીજ કનેક્શન કપાઈ ગયું હતું ત્યારબાદ ફરીથી 29 લાખ રૂપિયા જેટલું ચડી જતા UGVCL દ્વારા નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં પણ નગરપાલિકાએ વીજબીલ ભરપાઈ ન કરાતા આખરે આજે વીજ કનેક્શન કાપી દેવામાં આવ્યું છે વીજ કનેક્શન કપાતા જ નગરપાલિકા માં આવતા અરજદારો અને કર્મચારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જ્યારે બીજી તરફ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વીજ કનેક્શન જોડાણ માટે પ્રયાસો હાથ ધરાયા છે.........

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ.... વિસુઅલ એમાં ના ઉપડે તો FTP પણ કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.