ETV Bharat / sports

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો પહોંચ્યા કાશ્મીર, ખેલાડીઓ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા… - Legends League Cricket 2024 3

લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) ટુર્નામેન્ટની બાકીની મેચો અને ગ્રાન્ડ ફાઇનલ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર્સ શ્રીનગર પહોંચી ગયા છે. વાંચો વધુ આગળ...

author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

પવન નેગી
પવન નેગી (Etv Bharat)

શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર): બુધવાર, ઑક્ટોબર 9, 2024 થી શરૂ થતી લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) ટૂર્નામેન્ટના અંતિમ તબક્કામાં રમવા માટે ઘણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આજે શ્રીનગર પહોંચ્યા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, લગભગ 18 ક્રિકેટરો શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા હતા અને તેમને શ્રીનગર શહેરની એક વૈભવી હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બે અઠવાડિયા સુધી રોકાશે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખેલાડીઓને એરપોર્ટથી ટૂર્નામેન્ટના સ્થળની નજીક આવેલી હોટલ સુધી એક ખાસ બસમાં લઈ જવામાં આવ્યા હતા.

સુરંગા લખમલ
સુરંગા લખમલ (Etv Bharat)

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે શ્રીનગર પહોંચેલા 18 ખેલાડીઓમાં દિનેશ કાર્તિક, કેદાર જાદવ, માર્ટિન ગુપ્ટિલ, પવન નેગી, સુબોથ ભાટી, સુરંગા લકમલ, ચતુરંગા ડી સિલ્વા, એલ્ટન ચુગુમ્બુરા, હેમિલ્ટન મસાકાડ્ઝા, અબ્દુર રઝાક, પાર્થિવ પટેલ, ચિરાગ ગાંધી, હામિદ હસન, સુરંગા લકમલ, ચિરાગ ગાંધી, હામિદ હસન, સુરંગા લકમલ, ચતુરંગા ડી સિલ્વા, શ્રીવત્સ ગોસ્વામી, જીવન મંડીસ, જીસલ કારિયા, મોનુ કુમાર અને રિબિન બિષ્ટનો સમાવેશ થાય છે.

આ લીગ 9 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી બક્ષી સ્ટેડિયમમાં રમાશે. ચાર દાયકા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યજમાની કરવા માટે સ્ટેડિયમને સુશોભિત અને નવીનીકરણ કરવામાં આવ્યું છે.

ઇએસપીએન ક્રિકઇન્ફો અનુસાર છેલ્લી વનડે મેચ સપ્ટેમ્બર 1986માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ હતી, જેમાં ભારત હારી ગયું હતું. પહેલી મેચ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ઓક્ટોબર 1983માં રમાઈ હતી, પરંતુ દર્શકોએ મેદાન પર આવીને ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું હતું, માટે મેચ આગળ રમાઈ ન હતી. સ

શહેરમાં સાત મેચો રમાશે, જેમાં ઉપુલ થરંગા, તિલકરત્ને દિલશાન, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, ઈયાન બેલ, કેદાર જાદવ અને અન્ય જેવા અગ્રણી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટાર્સ હશે.

હેમિલ્ટન મસાકાડ્ઝા
હેમિલ્ટન મસાકાડ્ઝા (Etv Bharat)

એલએલસીના સહ-સ્થાપક રમણ રાહેજા, ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ મોહમ્મદ કૈફ અને નમન ઓઝા સાથે, ગયા અઠવાડિયે જાહેરાત કરી હતી કે કાશ્મીર ચાર દાયકા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની યજમાની કરશે, જેમાં ક્રિકેટના દિગ્ગજો એલએલસીમાં હાજરી આપશે. તેમણે જણાવ્યું કે લીગ 20 સપ્ટેમ્બરે રાજસ્થાનના જોધપુરમાં શરૂ થઈ હતી અને તેની ફાઈનલ મેચ 16 ઓક્ટોબરે શ્રીનગરના બાસ્કી સ્ટેડિયમમાં રમાશે.

શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમની 13,000 ક્ષમતાની સરખામણીમાં 30,000 દર્શકોની બેઠક ક્ષમતાને ધ્યાનમાં રાખીને બક્ષી સ્ટેડિયમનું ફૂટબોલ મેદાન લીગ માટે પસંદ કરવામાં આવ્યું છે. બક્ષી સ્ટેડિયમના ફૂટબોલ મેદાનને ક્રિકેટ માટે યોગ્ય બનાવવા માટે અમેરિકાના નિષ્ણાત ક્યુરેટર્સ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું હતું.

રાહેજાએ જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સ અને કોણાર્ક સૂર્યા, મણિપાલ ટાઇગર્સ, સધર્ન સુપર સ્ટાર્સ અને અર્બનરાઇઝર્સ હૈદરાબાદનો સમાવેશ થાય છે.

તેણે માહિતી આપી હતી કે સ્ટાર ક્રિકેટર શિખર ધવન, ક્રિસ ગેલ, સુરેશ રૈના, દિનેશ કાર્તિક, ઈયાન બેલ અને હરભજન સિંહ લીગમાં છ ટીમોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મેચની ટિકિટ એક મહિનાના રિચાર્જના ભાવે ઉપલબ્ધ... - INDW VS PAKW T20I
  2. BCCIએ આતંકવાદીઓને પકડનાર શરદ કુમારને સોંપી મોટી જવાબદારી, જાણો... - BCCI Anti Corruption Unit

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.