ETV Bharat / state

ધોરાજીમાં 23 વર્ષથી ચાલતી ભૂલકાંઓની અનોખી ગરબી, 1100થી વધુ બાળાઓ ગરબે ઘૂમી - Navratri 2024

નવરાત્રિના પર્વ નિમિતે રાજકોટ જીલ્લાના ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીમાં 1100થી વધારે બાળકીઓ માતાજીની આધારાના કરે છે.

author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા ભૂલકાં ગરબીનું આયોજન
ધોરાજીના બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા ભૂલકાં ગરબીનું આયોજન (ETV Bharat Gujarat)

રાજકોટ: ધોરાજી શહેરમાં છેલ્લા 22 વર્ષથી ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ ગરબીની અંદર બે વર્ષથી લઈને દસ વર્ષથી અંદરના નાની નાની બાળાઓ રાસ ગરબા રમી શકે અને તેમના માતા-પિતાને માતાજીના આ ગરબા માણવા નિહાળવા અને માતાજીની આરાધના કરવા માટેનું એક કેન્દ્ર બની રહે તે માટે અહીંયાના ગરબા આયોજકો દ્વારા 22 વર્ષથી વિશેષ રૂપે ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ ગરબીની અંદર 1100 કરતાં પણ વધારે નાના નાના ભૂલકાંઓ માતાજીની આરાધના અને સાધના સાથે નવરાત્રિના રાસ ગરબા રમતા પણ નજરે પડે છે.

22 વર્ષથી ચાલતી ભૂલકાં ગરબી: ધોરાજીમાં છેલ્લા 22 વર્ષથી ચાલતી અને 23 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતી બજરંગ ગ્રુપ આયોજિત જય ગેલી અંબે ભૂલકાં ગરબીનું આયોજન થાય છે. જેમાં ધોરાજી શહેર તેમજ આસપાસના પંથકના માતા-પિતાઓ પોતાના નાના નાના ભૂલકાંઓને આ ગરબીમાં રાસ રમવા માટે લાવતા હોય છે. માતાજીની આરાધના અને સાધના કરવા બાળકો પણ હોશે હોશે રાસ ગરબા રમવા આવે છે. આ ગરબીને માણવા અને નિહાળવા માટે વિવિધ વિસ્તારોમાંથી ભક્તો, શ્રદ્ધાળુ અને બાળકોના માતા-પિતાઓ આ ગરબી માણવા અને નિહાળવા માટે ઉમટી પડે છે.

બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા ભૂલકાં ગરબીનું આયોજન
બજરંગ ગ્રુપ ખાડીયા દ્વારા ભૂલકાં ગરબીનું આયોજન (ETV Bharat Gujarat)

1100 બાળાઓ ગરબે ઘૂમી: ધોરાજી શહેરમાં છેલ્લા 22 વર્ષથી ચાલતી આ ગરબીના આયોજક ટીમના સી.સી. અંટાળાએ જણાવ્યું હતું કે,'તેમના ગ્રુપ દ્વારા આજથી 22 વર્ષ પહેલા આ ભૂલકાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીના આયોજનમાં બે વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેના ભૂલકાં માટે કોઈપણ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર અંદાજિત 1100 ની સંખ્યામાં બાળાઓ ગરબા રમવા માટે આવે છે.'

1100થી વધુ બાળાઓ ગરબે ઘૂમી
1100થી વધુ બાળાઓ ગરબે ઘૂમી (ETV Bharat Gujarat)

તેમણે વધુમાં જણાવ્યું કે,'અહીંયા બહોળી સંખ્યામાં બાળકો મન મૂકીને રાસ રમે છે ત્યારે આ ગરબાના આયોજનમાં કોઈ પણ પાસે ગરબા રમવા માટેની ફી ફંડ કે ફાળો અથવા પાસ માટેની કોઈપણ પ્રકારની સવલત ઊભી નથી કરવામાં આવી. આ ગરબીને ઉદ્યોગપતિઓ, આગેવાનો, અગ્રણીઓ સહિતના સ્વયંસેવક યુવાનો અને અગ્રણીઓનો સંપૂર્ણ સાથ અને સહકાર મળે છે. અહીંયા ગરબીમાં વિવિધ જાગૃતિ અંગેના કાર્યક્રમમાં બેનરો પણ લગાવવામાં આવે છે.'

ધોરાજીમાં ભૂલકાંઓની અનોખી ગરબી
ધોરાજીમાં ભૂલકાંઓની અનોખી ગરબી (ETV Bharat Gujarat)

બજરંગ ગ્રુપ ખડીયા દ્વારા ગરબીનું આયોજન: આ ગરબીમાં સેવા આપતી મનીષા અંટાળાએ જણાવ્યું છે કે, 'ધોરાજી શહેરમાં ચાલતી આ ભૂલકા ગરબીમાં તેઓ સેવા આપે છે જેમાં આ ગરબીનું આયોજન બજરંગ ગ્રુપ ખડીયા દ્વારા કરવામાં આવે છે. આ ગરબી છેલ્લા 23 વર્ષથી ચાલુ છે. જેમાં 10 વર્ષ સુધીની બાળાઓ માટે વિશેષ રૂપે આયોજન કરવામાં આવે છે. બાળકો પણ ખૂબ આનંદ સાથે રાસ ગરબા રમે છે અને તેમના માતા-પિતાઓને પણ આ ગરબી માણવા અને નિહાળવામાં પણ ખૂબ આનંદ અને ભક્તિમય વાતાવરણ જોવા મળે છે. આ ગરબીની અંદર નાના નાના ભૂલકાંઓને માણવા નિહાળવા માટે આસપાસના પંથકના સૌ કોઈ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે.'

ધોરાજીના બજરંગ ગૃપ આયોજીત જય ગેલી અંબે ભૂલકાં ગરબીનું આયોજન છેલ્લા 23 વર્ષથી અવિરત ચાલુ હોય છે. જેમાં કોઈપણ પ્રકારના નાત-જાત, ધર્મ-જ્ઞાતિ જોયા વગર અને સ્વયંસેવકો, આયોજકો અને તેમની ટીમની અખાદ મહેનત અને દાતાઓના અપાર સહયોગથી ધોરાજીના બજરંગ ગૃપ આયોજીત જય ગેલી અંબે ભૂલકા ગરબીનું આયોજન થાય છે. આ ગરબીમાં 1100 ભૂલકાઓ ટ્રેડિશનલ ડ્રેસ અને અવનવી લાઈટની સજાવટમાં મા અંબા માતાજીની આરાધના કરીને ગરબીમાં રાસ રમી રહી છે. અહિયાં બે વર્ષથી દસ વર્ષ સુધીના ભૂલકાંઓને રાસ રમાડવામાં આવે છે અને નવ દિવસ અને રોજે રોજ અલગ-અલગ પ્રકારની લ્હાણીઓ ભૂલકાંઓને આપવામાં આવે છે અને ધોરાજી પંથકમા એક માત્ર ભૂલકાં ગરબી આકર્ષણનું કેન્દ્ર બિન્દુ સમાન છે.

આ પણ વાંચો:

  1. જામનગરમાં 45 મિનિટ આગના સાથીયામાં યુવકોએ બોલાવી ગરબાની રમઝટ...લોકો થયા મંત્રમુગ્ધ - Navratri 2024
  2. જામનગરમાં આઇ શ્રી સોનલ ધામ ખાતે ચારણ યુવકોનો અદભુત મણીયારો રાસ... - Navratri 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.