ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકા કાઢવાનું શરૂ કરી દીધું છે આમ તો ડીસા પંથકમાં સૌથી વધુ વાવેતર બટાકાનું થાય છે તેના કારણે જ ડીસામાં મોટાભાગના વેપાર-ધંધા અને અર્થતંત્રનો આધાર બટાકાની આવક અને ભાવ પર રહેતો હોય છે ત્યારે સતત છેલ્લા ચાર વર્ષથી બટાકામાં મંદીના કારણે મોટાભાગના ધંધા ઉપર તેની અસર જોવા મળી હતી.
જો કે આ વર્ષે શરૂઆતથી બટાકામાં સારા ભાવ હોવાના કારણે ખેડૂતો માટે ફાયદાકારક છે ત્યારે ડીસા માર્કેટયાર્ડમાં પણ બટાકાની આવક શરૂ થઇ ગઇ છે. ડીસા માર્કેટયાર્ડમાં બટાકાની આવક શરૂ થતાં પ્રથમ દિવસે જ બટાકામાં 20 કિલો ના 300 થી 351 એકાવન રૂપિયાનો ભાવ રહ્યો હતો અને 4200 બોરીની આવક થઇ હતી, ગત વર્ષે પ્રથમ દિવસે 100 રૂપિયા જ ભાવ હતો અને 1500 બોરીની આવક થઈ હતી જેથી આ વર્ષે આવક ને ભાવ બન્ને સારા હોવાથી આ વર્ષે ખેડૂતોને સારો લાભ થશે તેમ માર્કેટયાર્ડના સંચાલકો માની રહ્યા છે.