- બનાસકાંઠા જિલ્લામાં દાડમનું વાવેતર
- કમોસમી વરસાદથી દાડમના પાકને નુકસાન
- દાડમની આવકમાં વધારો
- ભાવ ન મળતા ખેડૂતો બન્યા મજબૂર
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે. મોટાભાગે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વિવિધ ખેતીને લઇ આજે દેશ અને વિદેશમાં પોતાની નામના ધરાવે છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી પાછળ રાત-દિવસ મહેનત કરે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં સૌપ્રથમવાર ગેનાજી પટેલ દાડમની ખેતી શરૂ કરી હતી અને જોતજોતામાં જેના જીને દાડમના ઉત્પાદનમાંથી લાખો રૂપિયાની આવક શરૂ થઇ હતી. જેના કારણે લાખણીનું દાડમ દેશ અને વિદેશમાં પ્રખ્યાત થયું હતું અને ગેનાજી પટેલને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જે બાદ ગેનાજીની ખેતી જોઇ અન્ય ખેડૂતો પણ દાડમની ખેતી કરવા તરફ વળ્યા હતા અને બે વર્ષમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ અને લાખણીમાં દાડમનું 80 ટકા જેટલું વાવેતર થયું હતું. લાખણીમાં સૌથી વધુ દાડમની ખેતી ખેડૂતોએ કરવાની શરૂ કરી હતી. જેના કારણે લાખણીનું દાડમ દેશ અને વિદેશમાં પ્રખ્યાત થયું હતું.
કમોસમી વરસાદથી દાડમના પાકને નુકસાન
બનાસકાંઠા જિલ્લામાં 2015 અને 2017 ના વર્ષમાં આવેલા ભયંકર પૂરના કારણે લાખણી અને થરાદમાં આ દાડમના પાકમાં સૌથી વધુ નુકસાન થવા પામ્યું હતું. જે બાદ નુકસાનીમાંથી ફરી એકવાર બહાર આવવા માટે લાખણીના ખેડૂતોએ દાડમની ખેતી ફરી એકવાર સજીવન કરવા માટે શરૂઆત કરી હતી. પરંતુ કુદરતને જાણે ખેડૂતોને નુકસાન જ આપવું હોય તેઓ લાખણીના ખેડૂતો સહન કરવું પડ્યું હતું. દાડમના પાક સમયે જ કમોસમી વરસાદ થતા દાડમના પાકમાં ટીપકી અને પ્લગ નામનો રોગ આવી જતા ખેડૂતોને દાડમના પાકમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. વારંવાર બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદના કારણે નાના ખેડૂતોને સૌથી મોટું દાડમના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. દાડમનો પાક બગાડતા બહારના રાજ્યોના લોકો પણ લાકડીનો દાડમ લેવાનું બંધ કર્યું હતું જેના કારણે ખેડૂતોને છેલ્લા બે વર્ષમાં મોટું નુકસાન થતા ખેડૂતોએ પોતાના ખેતરમાંથી દાડમની નીકાળી અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું. આમ, જે દાડમ લાખણી તાલુકાના ખેડૂતોને મોટા પ્રમાણમાં રૂપીયા આવ્યા હતા તે જ દાડમ છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી ખેડૂતો નુકસાનીના કારણે રોવડાવી આવી રહ્યા છે.
ભાવ ન મળતા ખેડૂતો બન્યા મજબૂર
થરાદ અને લાખણીમાં દાડમની મોટા પ્રમાણમાં આવક શરૂ થઇ જાય છે દર વર્ષે લાખણી અને થરાદમાં આ ખેડૂતોને સારા ભાવ મળતા તેઓના દાડમની માંગ બનાસકાંઠા જિલ્લા સહિત બહારના રાજ્યોમાં મોટા પ્રમાણમાં રહેતી પરંતુ ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે દાડમનું ઉત્પાદન ઓછું થયું છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં દાડમના ભાવ પણ ઓછા મળી રહ્યા છે. જેના કારણે હાલ ખેડૂતો રાજસ્થાનમાં સારા ભાવ મળતા તેઓ તમામ બનાસકાંઠા જિલ્લાનું દાડમ રાજસ્થાન વેચવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લામાં હાલ દાડમનો ભાવ 50 થી 60 રૂપિયા જેટલો છે જ્યારે રાજસ્થાનમાં 130 થી 150 જેટલો ભાવ મળતા હાલ લાખણીનો તમામ દાડમ રાજસ્થાન તરફ જઇ રહ્યું છે.