- 11 વોર્ડની 44 બેઠકો માટે 128 મતદાન મથકો પર મતદાન શરૂ
- યુવાનોની સાથે સાથે વડિલો પર કરી રહ્યા છે મતદાન
- દિવ્યાંગો વહીલ્ચેર પર આવી કરી રહ્યા છે વોટિંગ
બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 139 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ઉમેદવારોએ પોતાનું ભાગ્ય અજમાવ્યા બાદ આજે સાંજે 6 વાગે તમામ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ જશે. કોવિડ ગાઈડલાઈન મુજબ, થર્મલ સ્ક્રીનિંગથી ટેમ્પરેચર ચકાસણી હાથમાં ગ્લવઝ પહેરાવી મતદાન કરાવાઇ રહ્યું છે. 11 વોર્ડના કુલ 128 મતદાન કેન્દ્રો પર 28 EVM સાથે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.
મતદાન કેન્દ્રો પર ફરજ પરના કર્મચારીઓ
- પ્રિસાઈડિંગ ઓફિસર -154
- પોલિંગઓફિસર 1-154
- પોલિંગ ઓફિસર-2-154
- ફિમેલ પોલિંગ ઓફિસર -154
- પ્યુન-143
- કુલ કર્મચારી-887