અંબાજી ખાતે યોજાયેલી ડ્રાઈવમાં પી આઇ સહિત પોલીસ કર્મચારીઓ સમગ્ર બજાર સહીત હાઈવે માર્ગ ઉપર વાહનચાલકો સામે લાલ આંખ કરી હતી. જો કે પોલીસ દ્વારા વાહન ચાલકોને સમજાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. તેમજ સરકારી ગાડીઓ અને એસ ટી બસો જે જાણીજોઈને ભૂલ કરતા હોય તેવું માની પોલીસે ૪૫ જેટલા દંડકીય મેમો ફટકાર્યા હતાં. ૧૦ જેટલા વાહનોને ડીટેઈન કરવાની કામગીરી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યાં અનુસાર ડ્રાઈવની કામગીરી ચાલતી હોવાથી યાત્રિકોને અડચણરૂપ ન બને તેમજ કોઈપણ વાહન ચાલકને પરેશાની ન પડે તે માટે સ્થાનિક વેપારીઓએ પણ દબાણ નહીં કરવા તેમજ ખોટી રીતે વાહનોને પાર્ક ન કરવા માટે પણ સૂચનાઓ કરવામાં આવી હતી. જો આ સૂચનોનું પાલન નહીં કરવામાં આવે તો તેમની સામે પણ શક્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.