પૂર્વ મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તિર્થસ્થળ અંબાજી સાથે સારો એવો નાતો રહ્યો છે. જન્મદિવસ હોય, નવરાત્રી હોય કે પછી મુખ્યપ્રધાન તરીકેના શપથ ગ્રહણ હોય ત્યારે માં અંબાજીના દર્શને અચૂક પહોંચ્યા છે. તેમજ માં અંબાની પૂજા અર્ચના અને આરતીનો લાભ લીધો છે. જેથી માં અંબાના આશિર્વાદ હંમેશા તેમની ઉપર વરસતા રહ્યા છે.
એટલું જ નહીં અનેક નવા કાર્યક્રમો જેમાં સદભાવના હોય કે પછી નારી સશક્તિ કારણ ના કાર્યક્રમો હોય જેની શરૂઆત માં અંબાના આશિર્વાદ લઈ અંબાજીથી જ શરૂઆત કરી છે અને સફળતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણ અને લોકોના કલ્યાણ માટેના કાર્યક્રમો અને યોજનાઓની શરૂઆત પણ માંના આશીર્વાદ લઇને જ કરી. જેમાં તેમને ધારી સફળતા શરૂઆતથી જ મળી છે. ત્યારે બીજી વખત વડાપ્રઘાન તરીકે શપથ લેનાર છે ત્યારે અંબાજી મંદિરના મુખ્ય પુજારી અને ભટ્ટજી મહારાજે તેમને શુભેચ્છા પાઠવીને દેશ વધુ તરકી કરે તેવા આશીર્વાદ આપ્યા છે.