ETV Bharat / state

PM Modi Banaskantha Visit: બનાસ ડેરી સોમનાથથી જગન્નાથની ધરતી સુધીના પશુપાલકોને લાભ આપી રહી છે: PM - સણાદર બનાસ ડેરી સંકુલનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે તેઓ બનાસકાંઠામાં દિયોદર ખાતે (PM Modi Banaskantha Visit) આવેલા સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન (Inauguration of Sanadar Banas Dairy Complex) કર્યું હતું. સાથે જ વડાપ્રધાને ડેરીના 4 વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ પહેલા વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

PM Modi Banaskantha Visit: બનાસ ડેરી સોમનાથથી જગન્નાથની ધરતી સુધીના પશુપાલકોને લાભ આપી રહી છે: PM

author img

By

Published : Apr 19, 2022, 10:11 AM IST

Updated : Apr 19, 2022, 3:03 PM IST

બનાસકાંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (મંગળવારે) બનાસકાંઠાના પ્રવાસે (PM Modi Banaskantha Visit) છે. અહીં વડાપ્રધાને સણાદર બનાસ ડેરીના નવનિયુક્ત સંકુલનું ઉદ્ઘાટન (Inauguration of Sanadar Banas Dairy Complex) કર્યું હતું. સાથે જ અહીં વડાપ્રધાને મહિલા પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ પહેલા વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. તો આજે બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.

PM મોદીએ બનાસ ડેરીના નવા પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ

PM મોદીની બનાસકાંઠાને ભેટ - મહત્વનું છે કે, બનાસકાંઠામાં વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું લોકાર્પણ (Inauguration of Sanadar Banas Dairy Complex) કર્યું હતું. સાથે જ તેમણે ડેરીના 4 અલગ અલગ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને બનાસ ડેરીના પ્લાન્ટ, ગોબર ગેસ પ્લાન્ટ, બાયો સીએનજી સ્ટેશન અને પશુપાલકો માટે સેટ કરાયેલા રેડિયો સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

PM મોદીએ બનાસ ડેરીના પ્લાન્ટનું કર્યું નિરીક્ષણ

વડાપ્રધાને બનાસ ડેરીનો માન્યો આભાર - વડાપ્રધાને સંબોધનમાં (PM Modi Banaskantha Visit) જણાવ્યું હતું કે, ભારતના બોર્ડર જિલ્લાઓનો વિકાસ કઈ રીતે થાય, ભારતની બોર્ડરને કઈ રીતે જીવંત બનાવાય. તેનું ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. કચ્છની સીમા પર રણોત્સવ સમગ્ર કચ્છની સરહદને ત્યાં વસતા ગામોને આર્થિક રીતે ધમધમતા કરી દીધા છે. જ્યારે હવે નડાબેટમાં સીમાદર્શનનો કાર્યક્રમ શરૂ થયો છે. તેના કારણે અમારા બનાસ અને પાટણ જિલ્લાની સરહદના છેવાડાના ગામો પણ પ્રવાસનના કારણે ગામડાઓ ધમધમતા થશે. દૂરદૂર સુધીના લોકો માટે રોજગારીની અવસર ઊભી થશે.

વડાપ્રધાને બનાસ ડેરીના નવા પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું

આ પણ વાંચો- PM Modi Gujarat Visit: CM ભૂપેન્દ્ર પટેલ પર PM મોદીના 'આશીર્વાદ'! વધુ એકવાર એક જ ગાડીમાં એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા

વડાપ્રધાને બનાસકાંઠાની માતાબહેનોને કર્યા વંદન - બનાસકાંઠામાં વડાપ્રધાને (PM Modi Banaskantha Visit) જણાવ્યું હતું કે, અહીંની માતાબહેનો પશુઓને નિઃસ્વાર્થ પ્રેમ કરે છે. એટલે હું તેમને નમન કરું છું. તેઓ પશુઓને સંતાન કરતા પણ વધારે સારી રીતે સાચવે છે. સાથે જ વડાપ્રધાને ગલબા કાકાને પણ યાદ કર્યા હતા. બનાસકાંઠાની આ કો-ઓપરેટિવ મુવમેન્ટ સમગ્ર બનાસકાંઠાના ઉજ્જવળ ભવિષ્યનું ગતિશીલ કેન્દ્ર બની ગયું છે. છેલ્લા 7-8 વર્ષમાં ડેરીનો વિસ્તાર થયો છે. બનાસ ડેરી ઉત્તરપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, સોમનાથની ધરતીથી જગન્નાથની ધરતી સુધીના પશુપાલકોને વધુને વધુ લાભ આપી રહી છે. આજે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ ભારત છે.

વડાપ્રધાને બનાસ ડેરીનો માન્યો આભાર
વડાપ્રધાને બનાસ ડેરીનો માન્યો આભાર

વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંગે વડાપ્રધાને શું કહ્યું - વડાપ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું (PM Modi on Vidya Samiksha Kendra) કે, વિદ્યા સમીક્ષા કેન્દ્ર સમગ્ર દેશને દિશા બતાવવાનું કેન્દ્ર બની ગયું છે. હું ગઈ કાલે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગયો ત્યારે હું પણ આ કેન્દ્રથી આકર્ષાઈ ગયો હતો. તે દરમિયાન મેં બાળકો સાથે પણ વાતચીત કરી હતી. આ કેન્દ્રને આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું છે. વિવિધ રાજ્યના સંબંધિત મંત્રાલય પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની વ્યવસ્થાનો અભ્યાસ કરે.

વડાપ્રધાને મહિલા પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો

આ પણ વાંચો- PM Modi Banaskantha Visit: PMના આગમનના કારણે બનાસકાંઠામાં દિવાળી જેવો માહોલ, 2100 દિવાની કરાશે મહાઆરતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન - બનાસ ડેરીના નવા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Banaskantha Visit) સંબોધનમાં જણાવ્યું હતું કે, કાશીના સાંસદ તરીકે હું તમારો ઋણી છું. બટાકા અને દૂધનો કોઈ મેળ નથી તેમ છતાં બનાસ ડેરીએ બંનેને જોડી દીધા છે. ભારતને લોકલ ગ્લોબલ બનાવવાની દિશામાં આ મહત્વનું પગલું છે. બનાસકાંઠાના લોકોએ મહેનતથી પોતાનું નસીબ બદલ્યું છે.

બનાસકાંઠામાં PM મોદીએ જનસભા સંબોધી
બનાસકાંઠામાં PM મોદીએ જનસભા સંબોધી

CM ભૂપેન્દ્ર પટેલનું સંબોધન- મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં (PM Modi Banaskantha Visit) જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવાનો સંકલ્પ PM મોદીના માર્ગદર્શનમાં સાકાર થયો છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રની તાકાત ખૂબ જ પ્રભાવશાળી છે. તેનું ઉત્તમ ઉદાહરણ આ કાર્યક્રમ છે. બનાસ ડેરી પણ આત્મનિર્ભર ભારતમાં પોતાનો ફાળો આપી રહી છે.

બનાસકાંઠામાં વડાપ્રધાનના કારણે દિવાળી જેવો માહોલ

પાટિલનો વિપક્ષ પર આડકતરો પ્રહાર - ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશમાં સૌપ્રથમ વખત અહીં આટલી મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત છે, જે એક રેકોર્ડ છે. બનાસ ડેરીએ લોકોનું કામ સરળ કર્યું છે. અહીં સી. આર. પાટિલે બનાસ ડેરીમાં શરૂ થયેલા બટાકાના પ્લાન્ટ અંગે નિવેદન આપતા વિપક્ષ પર આડકતરી રીતે પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટમાં બટાકા નાખશો તો સોનું તો નહીં નીકળે, પરંતુ તેમાંથી ચિપ્સ નીકળશે અને ચિપ્સ વેંચીને તમે સોનું જરૂર ખરીદી શકશો.

Last Updated : Apr 19, 2022, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.