ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા બનાવેલા ગોબર ગેસ પ્લાન્ટથી જિલ્લામાં પશુપાલકોને ફાયદો - Dama village

બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા બનાવેલા ગોબરગેસ પ્લાન્ટથી જિલ્લામાં પશુપાલકોને ફાયદો થઇ રહ્યો છે. ડીસા તાલુકાના દામાં ગામે બનાવેલો ગોબરગેસ પ્લાન્ટથી બનાસકાંઠાના પશુપાલકોને ગાય-ભેંસના છાણમાંથી કમાણી થઈ રહી છે. બનાસડેરીએ દેશમાં પ્રથમ ગોબરમાંથી CNG પંપ બનાવ્યો છે અને પશુપાલકો પાસેથી બનાસડેરી એક રૂપિયામાં એક કિલો છાણ ખરીદતા હાલ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે.

banasderi
બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા બનાવેલા ગોબર ગેસ પ્લાન્ટથી જિલ્લામાં પશુપાલકોને ફાયદો
author img

By

Published : Sep 25, 2020, 10:53 PM IST

બનાસકાંઠાઃ જિલ્લો ખેતી સાથે પશુપાલનમાં જોડાયેલો જિલ્લો છે. છેલ્લા ઘણા ઘણા સમયથી ખેતીમાં થઈ રહેલા નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. ત્યારે જિલ્લામાં આવેલી એશિયાની નંબર-1 બનાસડેરી દ્વારા પશુપાલકોને અનેક પ્રકારના ફાયદાઓ આપવામાં આવી રહ્યાં છે, અત્યાર સુધી બનાસડેરીમાં દૂધના કારણે જિલ્લાના ખેડૂતોને ફાયદો થતો હતો. પરંતુ હવે જિલ્લામાં બનાસડેરી દ્વારા બનાવવામાં આવેલા બાયોગેસ પ્લાન્ટના કારણે વધુ એક ફાયદો પશુપાલકોને થઈ રહ્યો છે.

banasderi
બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા બનાવેલા ગોબર ગેસ પ્લાન્ટથી જિલ્લામાં પશુપાલકોને ફાયદો

બનાસકાંઠા પશુપાલકો બાયોગેસ પ્લાન્ટ મારફતે ગાય-ભેંસના છાણમાંથી પણ આવક મેળવતા થયા છે. ડીસા તાલુકાના દામા ગામ પાસે અધ્યતન બાયોગેસ પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે. આજુબાજુના ખેડૂતો પશુપાલકો અહીં દૂધની જેમ ગોબર વેચી રહ્યા છે અને તેમાંથી કમાણી કરતા થયા છે. અહીંયા ઉત્પન્ન થતા ગેસનું શુદ્ધિકરણ કરીને તેનું બોટલિંગ કરી વાહનોના ઇંધણ તરીકે કામમાં લેવાશે. પ્લાન્ટની નજીક ગેસ સ્ટેશન ઉભુ કર્યું છે, જ્યાંથી વાહનોમાં બળતણ તરીકે ગેસ ભરાવી શકાશે તેમજ આગામી સમયમાં આવા સીએનજી પંપ દરેક તાલુકા મથકે પણ ઉભા થશે અને ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પણ લાભ મળતો થશે.

બનાસડેરી દિન-પ્રતિદિન પશુપાલકોના હિતમાં કાર્યરત બની છે જેને લઇને હવે ગાય-ભેંસના ગોબરના ભાવ આવી ગયા છે, ડેરીએ દેશનો સૌપ્રથમ ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરીને તેને શુદ્ધિકરણ કરી સીએનજી પંપ બનાવ્યો છે જેનું ટેસ્ટિંગ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ તે કાર્યરત થઈ જશે. બનાસડેરીએ પશુપાલકોને દૂધની સાથે ગાય-ભેંસના ગોબરની પણ કિંમત મળે તે દિશામાં પ્રયાસ હાથ ધર્યો છે જેને લઇ ડીસા પાસેના દામા ગામે ગોબરગેસ પ્લાન્ટ બનાવી તેમાંથી ઉત્પન્ન થતાં ગેસ દ્વારા બાજુમાં સીએનજી પમ્પ બનાવ્યો છે, જેથી આજુબાજુના ગામના લોકો દૂધની સાથે હવે ગાય-ભેંસનું ગોબર પણ વેચાણ કરી રહ્યા છે. દેશનો સૌપ્રથમ ગેસ પ્લાન્ટની સાથે તેની રબડીમાંથી ઉત્તમ પ્રકારનું સેન્દ્રીય ખાતર બનશે અને જૈવિક ખેતીને પ્રોત્સાહનની સાથે પર્યાવરણની રક્ષા પણ થશે અને જિલ્લો ઓર્ગેનિક જિલ્લો બને તે દિશામાં કામ કરશે.

ડીસા તાલુકાના દામા ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનાસડેરી દ્વારા બનાવેલા બાયોગેસ પ્લાન્ટથી જિલ્લાના 15 જેટલા ગામડાઓના ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને આ ગોબરગેસ પ્લાન્ટમાં ખેડૂતો પાસેથી એક કિલો ગોબર રૂપિયા એકમાં ખરીદી રોજનું 40 હજાર કિલો ગોબર ખરીદવામાં આવે છે. જેમાંથી તમામ પ્રકારની પ્રોસેસ કરી અને આ ગોબરમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. જે બાદ વધેલા છાણમાંથી બાયો પ્રોડક્ટ તરીકે ખાતર બનવવામાં આવે છે. અહીં બાયો પ્રોડક્ટ તરીકે સોલિડ અને લિંકવિડ ઓર્ગનીક ખાતર હાલ આ પ્લાન્ટમાંથી બનાવવામાં આવે છે. તે પણ પશુપાલકોને ખેતીમાં મદદરુપ બને છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસડેરી દ્વારા બનાવેલા ગોબર પ્લાન્ટથી ખેડૂતો અને પશુપાલકોને હાલ ફાયદો થઈ રહ્યો છે.

બાયોગેસ પ્લાન્ટને કારણે જિલ્લાના અનેક ગામના ખેડૂતોને હાલ ફાયદો થઇ રહ્યો છે, ખાસ કરીને જે પશુપાલકો ગાયો અને ભેસોનુ છાણ બહાર ફેંકી રહ્યા હતા, તે હાલ આ પ્લાન્ટમાં આપી રહ્યા છે, જેથી ખેડૂતોને દર મહિને સારી એવી આવક પણ થઈ રહી છે. હાલ રોજના 40 હજાર કિલો ગોબર પશુપાલકો દ્વારા આ પ્લાન્ટમાં આપવામાં આવે છે, ત્યારે બનાસડેરીના આ પ્લાન્ટમાં ખેડૂતો રૂપિયે કિલો જાણ આપતા ખેડૂતોને સારી એવી આવક થઈ રહી છે. હજુ પણ વધુ પશુપાલકો આ પ્લાન્ટમાં જોડાય અને આજના સમયમાં જિલ્લાના અનેક ખેડૂતોને આ પ્લાન્ટથી ફાયદો થાય તેમ પશુપાલકો જણાવી રહ્યા છે.

બનાસડેરી દ્વારા જિલ્લાના દરેક તાલુકામાં 50 બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવશે, જેથી સમગ્ર જિલ્લાના ખેડૂતોને આનો સીધો ફાયદો થશે અને દૂધની સાથે ગોબરમાંથી પણ પશુ પાલકો કમાણી કરી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.