વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતોની આવક બમણી કરવાના સૂત્ર સાથે ખેડૂતો માટે કામ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી છે. બનાસ ડેરીની કાર્યપ્રણાલી તેમજ ખેડૂતો ને પગભર કરવા માટે કઈ રીતે કામ કરે છે તે બાબતે અધ્યયન કરવા પાર્લામેન્ટની સ્ટેન્ડીંગ કમિટી ઓફ એગ્રીકલ્ચરનું ડેલિગેશન બનાસ ડેરીની મુલાકાતે હતું. ભારત સરકારની સાંસદના ડેલિગેશન બનાસ ડેરીની મંડળી તેમજ બટાકા પ્રોસેસિંગ અને મધ ઉત્પાદન ની કરતાં સ્થળોની મુલાકાત લીધી હતી. જ્યાં ડેરી થકી ચાલતી પ્રવૃતિઓ થી ખેડૂતોને શું ફાયદો છે અને તેના વિકાસ માટે હજુ શું કરી શકાય છે તે માટે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોએ સીધો જ ખેડૂતો સાથે સંપર્ક કર્યો.
બનાસડેરીની મુલાકાતે આવેલી સંસદની સ્ટેન્ડીંગ કમિટી ઓફ એગ્રીકલ્ચર ની ડેરીના ડિરેક્ટર સાથે મિટિંગ યોજાઇ હતી. બનાસડેરી ખેડૂતોના વિકાસ માટે કઈ રીતે કામ કરે છે તેની સમગ્ર માહિતી બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ સ્ટેન્ડીંગ કમિટી ઓફ એગ્રીકલ્ચર ને આપી હતી. બનાસડેરી માટે ગર્વની બાબત છે કે તે કામ ખેડૂતો માટે કરી રહી છે તેને જોવા તેમજ તેમાં મદદરૂપ થવા માટે ભારત સરકારની સ્ટેન્ડીંગ કમિટી ઓફ એગ્રીકલ્ચર બનાસડેરીની મુલાકાતે છે.
બનાસ ડેરીનો વિકાસ તેમજ બનાસ વાસીઓની આર્થિક જીવાદોરી આજે બનાસ ડેરી બની છે. દેશમાં આ જ પ્રકારે સહકારની ભાવનાથી ખેડૂતો એકબીજા સાથે જોડાયા અને સહકારની ભાવના સાથે કામ કરે તો દેશના ખેડૂતોનો વિકાસ નિશ્ચિત છે.