ન્યુઝ ડેસ્ક : રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળ ને સહાય માટે 500 કરોડની જાહેરાત કરવામાં આવી હતી,(banaskatha panjarapol ) પરંતુ હજુ સુધી ગૌશાળા અને પાંજરાપોળમાં સહાય ના મળતા ગૌશાળા ના સંચાલકોએ રાજ્યના 182 ધારાસભ્યોને બુદ્ધિ આવે તે માટે બે બદામ કુરિયર થી મોકલાવી હતી.(the administrators sent 2 almonds to 182 MLAs)
સંચાલકોની હાલત કફોડી -રાજ્ય સરકાર દ્વારા જ્યારથી ગૌશાળા અને પાંજરાપોળ માટે 500 કરોડની સહાય પશુઓ માટે જાહેર કરવામાં આવી છે ત્યારથી બહારથી આવતું તમામ દાન બંધ થઈ ગયું છે જેના કારણે જિલ્લાની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની હાલત કફોડી બની છે. સહાય માટે છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પણ આજ દિન સુધી સરકારે 500 કરોડની સહાય ન આપતા હવે ગૌશાળા અને પાંજરાપોળમાં વસવાટ કરતા પશુઓ માટે આંદોલનો શરૂ થયા છે.(Panjarapol did not get help )
પશુઓ સરકારી કચેરીઓમાં છોડી મૂકવામાં આવશે-ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોનું માનવું છે કે સરકાર દ્વારા 500 કરોડની સહાય તો જાહેર કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી સહાય ના આપવામાં આવતા હવે ગૌશાળા અને પાંજરાપોળ ચલાવી પણ મુશ્કેલ બની ગઈ છે. એક તરફ ઘાસચારાનો ભાવ પણ દિવસેને દિવસે બધી રહ્યા છે, તો બીજી તરફ સરકાર દ્વારા સહાય ન આપવામાં આવતા ગૌશાળા નું સંચાલન કરવું મુશ્કેલ બની રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા જો સહાય નહીં જાહેર કરવામાં આવે તો આગામી સમયમાં તમામ પશુઓ સરકારી કચેરીઓમાં છોડી મૂકવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. છતાં પણ હજુ સુધી સરકાર દ્વારા કોઈ સહાય આપવામાં આવી નથી, જેના કારણે હવે બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળાના સંચાલકો અને ગૌ સેવકો આંદોલનના મૂડમાં આવી ગયા છે.
સરકારે એક પણ પૈસો આપ્યો નથી-સરકારે ગૌશાળા અને પાંજરાપોળને 500 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કર્યા બાદ હજુ સુધી ન ચૂકવતા ગૌશાળા સંચાલકો માં ભારે રોષ વ્યાપ્યો છે, જેમાં આજે બનાસકાંઠાના ડીસામાં સંચાલકોએ 182 ધારાસભ્યોને સંદેશ સાથે બે બે બદામ મોકલી સહાય ચૂકવવાનું ભૂલી ગયેલી સરકારને યાદ કરાવવાનો પ્રયાસ કર્યો છે.ગૌશાળા અને પાંજરાપોળ ને 500 કરોડ રૂપિયા ની સહાય આપવાની જાહેરાત કર્યા બાદ હજી સુધી સરકારે એક પણ પૈસો આપ્યો નથી. જેથી સંચાલકો દ્વારા રોજે રોજ અલગ અલગ રીતે સરકારને જગાડી સહાય મેળવવા માટે ના પ્રયાસો થઈ રહ્યા છે.
તાત્કાલિક સહાય ચૂકવે તે માટે પ્રયાસ- જે અંતર્ગત ડીસા માં ગૌશાળા ના સંચાલકોએ દરેક ધારાસભ્યને બે બે બદામ સાથે સંદેશો મોકલવાનું શરૂ કર્યું છે. સરકારે જાહેરાત કર્યા બાદ સહાય આપવાનું ભૂલી ગઈ છે. ત્યારે આ બે બદામ ખાઈને સરકારને ફરી સહાય આપવાનું યાદ આવે અને ગૌશાળાને તાત્કાલિક સહાય ચૂકવે તે માટે ગૌ શાળાના સંચાલકોએ અનોખો પ્રયાસ કર્યો છે.