બનાસકાંઠા: જિલ્લાના વડુ મથક પાલનપુરમાં આવેલા પ્રસિદ્ધ કંથેરીયા હનુમાન મંદિરમાં પૂજારી તરીકે સેવા કરતા દીપક ગણેશ દુબે આજથી એક મહિના પહેલા મંદિરમાં રાખેલી તિજોરીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજે 4 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે બાબતે જાણ પોલીસને થતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
"તારીખ 22/7/2023 ના રોજ પાલનપુરમાં આવેલું સુપ્રસિદ્ધ કંથેરીયા હનુમાન દાદાના મંદિરમાં મંદિરની તિજોરીમાંથી તેના પૂજારી દિપક ગણેશ દુબે રુદ્રાક્ષની માળા સોનાનો હાર તેમજ પેન્ડલ ચોરી કરી ભાગી ગયેલો હતો. તે બાદ ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદના આધારે LCB પોલીસ દ્વારા અલગ અલગ ફિલ્મ બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં ટૂંક સમયમાં મુદ્દામાલ ચોરી કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દામાલ રીકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.."--એમ.બી વ્યાસ (ઇન્ચાર્જ એસ. પી બનાસકાંઠા)
આરોપી ઝડપાયો: પાલનપુરમાં આવેલા કંથેરિયા હનુમાન મંદિરમાં 22 ઓગસ્ટની રાત્રે અલમારીમાંથી રૂદ્રાક્ષની માળા, આભૂષણ રોકડ રકમ સહિત અંદાજે 4 લાખની મત્તાની ચોરી થઈ હતી. જોકે કંથેરીયા હનુમાન મંદિરમાં ચોરીની ઘટના બનતા જિલ્લા એલસીબી દ્વારા અલગ અલગ ટિમો બનાવી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે ગુનામાં સંડોવાયેલ આરોપી દીપક શ્રી ગણેશ દુબે (બ્રાહ્મણ) ઉત્તરપ્રદેશનો હોવાથી પોલીસની ટીમે મેરઠ તથા ઉતરપ્રદેશના અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ આરોપી અલગ અલગ જગ્યાએ ભાગતો ફરી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.
- Banaskantha News: ડીસા ડોક્ટર હાઉસમાં જિલ્લા આરોગ્ય વિભાગના દરોડા, સોનોગ્રાફી મશીન કર્યા સીલ
- Banaskantha News: બનાસકાંઠાના ચાર તાલુકાના તળાવો પાણીથી ભરવા રાજ્ય સરકારે 1200 કરોડની યોજનાને આપી સૈદ્ધાંતિ મંજૂરી
- Banaskantha News: ડીસા નગરપાલિકાની ટર્મ પૂરી થતાં પ્રમુખ-ઉપ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ