ETV Bharat / state

Rajiv Awas Yojana: પાલનપુર પાલિકાએ બનાવેલા રાજીવ આવાસ યોજનાના મકાનો ખાઈ રહ્યાં છે ધુળ - Palanpur news

પાલનપુરમાં પાલિકાની ઘોર બેદરકારીને કારણે છેલ્લા સાત વર્ષથી રાજીવ આવાસ યોજનાના 32 કરોડના મકાનો ધૂળ ખાઈ રહ્યા છે. ભારતના વડાપ્રધાનનું સ્વપ્ન છે કે, ઘરવિહોણા લોકોને ઘર મળે તે હેતુસર શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના સહિત અનેક યોજનાઓ અમલમાં મુકાઈ છે. પણ તંત્રની આળસને કારણે ભોગવવાનો વારો લાભાર્થીઓે આવી રહ્યો છે.

પાલનપુર પાલિકાએ બનાવેલા રાજીવ આવાસ યોજનાના મકાનો ખાઈ રહ્યાં છે ધુળ

author img

By

Published : May 18, 2023, 3:10 PM IST

પાલનપુર પાલિકાએ બનાવેલા રાજીવ આવાસ યોજનાના મકાનો ખાઈ રહ્યાં છે ધુળ

પાલનપુર: પાલનપુર જિલ્લા મથક પાલનપુર નજીક 32 કરોડના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા સાત વર્ષથી ધૂળ ખાઈ રહી છે. પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ન હલે તેવી બાબત પાલનપુર નગરપાલિકામાં છે. વર્ષ 2016 માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરીપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી. જોકે ત્યારબાદ નેતાઓના અને મતના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા.

આવાસ અત્યારે ખંડેર હાલતમાં: સદરપુરના સરપંચે આપેલી માહિતી અનુસાર આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વગર 32 કરોડના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા. વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંઢેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે. જ્યારે સરકારના 32 કરોડ રૂપિયા પર અત્યારે ગટરનું ગંદુ પાણી ફરી વળ્યું છે.

"સદરપુર મુકામે જે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવેલ છે તેમાં કોઈપણ જાતની આ પંચાયતની મંજૂરી કે પરવાનગી કે સંમતિ લેવામાં આવી નથી. નગરપાલિકાએ પોતાની મનસ્વી રીતે બાંધકામ કરેલ છે આ ખરેખર આ જગ્યા તો શરૂઆતમાં ગટર પાણી વ્યવસ્થા બોર્ડ માટે આપેલ હતી. પરતું એ પ્રોગ્રામ સક્ષેશના જતાં અમુક જગ્યા ઘન કચરા માટે આપેલ હતી. એની પણ કોઈ પરવાનગી લીધી નથી. આ યોજનાની કોઈ મંજૂરી નથી લેવામાં આવી. એની નગરપાલિકા પોતાના મનસ્વીપણે કામ કરે છે"-- નરેશભાઈ ચૌધરી(સદરપુરના સરપંચ)

મકાન માટે મુશ્કેલીઓ: 1986 થી પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી પુરવઠા અને વ્યવસ્થા બોર્ડ દ્વારા સદરપુર ખાતે આવેલી જમીન ખાતે નિકાલ થતું હતું. પાલનપુર શહેરના કચરાના નિકાલ માટે વર્ષ 2012 માં ઓક્સીડન્ટ પ્લાન્ટ 8 કરોડ રૂપિયાના ખર્ચે બનાવ્યો હતો. 8 કરોડના ખર્ચે બનેલો પ્લાન્ટ પણ છેલ્લા 11 વર્ષથી બંધ હાલતમાં છે. તેનો ઉપયોગ નથી થયો અને શહેર પરનું ગંદા પાણીનો નિકાલ પણ અત્યારે રાજીવ આવાસ યોજનામાં થઈ રહ્યો છે. સદરપુર ગ્રામ પંચાયત પાસે ગામ તળ નથી. ગામના લોકોને રહેવા માટે મકાન માટે મુશ્કેલીઓ છે.

સરપંચોએ પણ વિરોધ: સદરપુર ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતી જમીન પર પાલનપુર નગરપાલિકાએ મંજૂરી લીધા વિના રાજીવ આવાસ ઊભા કરી દીધા. જો કે નથી ગ્રામ પંચાયતે બાંધકામની મંજૂરી આપી કે નથી. હેતુફેરની મંજૂરી આપી કોઈપણ પ્રકારની સદરપુર ગ્રામ પંચાયતની મંજૂરી લેવામા આવી નથી. મનમાની કરી અને આ રાજીવ આવાસ યોજના બનાવી દીધી છે. જે બાબતે પણ અગાઉના અને વર્તમાન સરપંચોએ પણ વિરોધ કરેલો છે. રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી. તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે. હવે મકાનની લોકોને લાભ મળે, વંચિતોને લાભ મળે તેથી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે. હેતુફેરની મંજૂરી માટેની દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યાએ વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે. જોકે સરકારની મળતાની સાથે જ રાજીવ આવાસનું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે.

સ્કીમ થોડી લેટ થઇ: પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર રાજીવ આવાસ યોજનાની મે મુલાકાત લીધી હતી. જેમા લગભગ 1358 કે 1348 જેટલા આવાસો છે. અગાઉ 240 જેટલા આવાસો તો ફાળવી દીધા હતાં. આ કેસમાં પણ જે તે સમયે જે જમીનના પ્રકરણ ના કારણે સ્કીમ થોડી લેટ થઇ હતી. જેના કારણે કોન્ટ્રાકટરના કામ જે હતાં તે જે તે સ્ટેજે ફાઇનલ કરિને જતા રહ્યા હતાં. ત્યારે અત્યારે હવે હાલ એની તપાસ કરતા જે એચ એમ માથી જે પૈસા લેવાના બાકી નીકળે છે. એ અને હવે ત્યા જે કામ બાકી છે. તેનુ એસ્ટીમેન્ટ બનાવી સરકારમાં મોકલેલ છે. ટુંક સમયમાં એની યોગ્ય જે કઈ કામ બાકી છે. તે પૂરું કરવામાં આવશે.

  1. Banaskantha News: પાલનપુર માનસરોવરને પર્યટક સ્થળ બનાવવાની તૈયારી, 6 કરોડથી વધુનું પેકેજ ફાળવાયું
  2. Banaskantha News: જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી
  3. Banaskantha Crime: સરકારી ગાડી હોવાથી પોલીસે ન રોકી, પછી તપાસ કરી તો નીકળ્યો દારૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.