- દિયોદરમાં બાઈક અને કાર વચ્ચે અકસ્માત
- બાઇક ચાલકનુંં ઘટનાસ્થળે મોત
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરીદિયોદરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત
બનાસકાંઠા : જિલ્લામાં અકસ્માત જાણે નજીવા બની ગયા હોય તેમ રોજબરોજ એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે. આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક માસૂમ જિંંદગીઓ ગઇ છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માત વધવાનું કારણ લોકો પુરપાટ ઝડપે વાહન ચલાવતા વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ક્યારેક મોટા ભારે વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગના કારણે, તો ક્યારેક ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માત સર્જતા હોય છે. છેલ્લા ચાર મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે ચોક્કસથી કહી શકાય કે, બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.
![દિયોદરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-aksmat-gj10014_01022021192749_0102f_1612187869_216.jpg)
દિયોદર તાલુકાના વખા તેરવાડા રોડ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવારનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતુ. અન્ય બે લોકોને ઈજા થતાં રેફરલ હોસ્પિટલ દિયોદર ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. દિયોદરથી વખા તેરવાડા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલ કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાણ માતાના મંદિરના સેવક રાયમલભાઈ મશરૂભાઈ દેસાઈ કુવાળાવાળાનું બાઈક અકસ્માતને કરુણ મોત નીપજયું હતું.
![દિયોદરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-03-aksmat-gj10014_01022021192749_0102f_1612187869_787.jpg)
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર અર્થે એમ્બ્યુલન્સ વાનની મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.