ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોને વ્યાપક નુકસાન થયું - farmer news

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કમોસમી માવઠાને પગલે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગત મોડી રાત્રે વીજળી અને વવાઝોડા સાથે થયેલા કમોસમી માવઠા અમીરગઢ પંથકમાં ભારે તબાહી મચાવી છે.

unseasonal rains in Banaskantha district
કમોસમી વરસાદ
author img

By

Published : Jun 1, 2020, 7:25 PM IST

બનાસકાંઠાઃ જિલ્લાના લોકો વારંવાર કુદરતી પ્રકોપનો ભોગ બની રહ્યા છે. જેમાં અચાનક પલટો આવતા જોરદાર સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો. જે બાદ કમોસમી વરસાદ થયો હતો. આ વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા. જ્યારે ખેડૂતોના તૈયાર બાજરીના પાક નષ્ટ થઈ ગયો છે.

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ

અમીરગઢના આંબાપાની ગામે એક ખેતરમાં વિજળી પડતા એક ભેંસનું મોત નિપજ્યું હતું. ભેંસનું મોત થતા પશુપાલક આદિવાસી પરિવારની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ કોરોનાને કારણે મજૂરી કામ બંધ છે, ત્યારે માંડ પશુપાલન પર નભતા આદિવાસી પરિવારની ભેંસનું મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

Banaskantha district
તોફાની વાવાઝોડાના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં મહિના અગાઉ લોકડાઉનના સમયમાં કમોસમી વરસાદ થયો હતો. ત્યારે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. આમ વારંવાર નુકસાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા એક વર્ષમાં પાંચમી વખત કમોસમી વરસાદ થયો છે. દર વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થાય છે. ત્યારે આ વર્ષે પણ અમીરગઢમાં પણ ભારે નુકસાન થયું છે. જે કારણે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.