ETV Bharat / state

સી.આર. પાટીલનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ: પાલનપુરમાં NSUIએ રેલીનો વિરોધ કર્યો, ડીસામાં કાર્યકરો સાથે યોજાઇ બેઠક - ગુજરાત બીજેપી

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે આજે ગુરુવારે બનાસકાંઠાની મુલાકાત લીધી હતી. જ્યાં સૌ પ્રથમ જગત જનની માતા અંબાના ધામમાં દર્શન કરી પાલનપુર ખાતે કાર્યકર્તાઓને મળી ડીસા પહોંચ્યા હતા. જ્યાં પાર્ટીને મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

bjp president cr patil
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો બનાસકાંઠાનો પ્રવાસ
author img

By

Published : Sep 3, 2020, 10:27 PM IST

બનાસકાંઠા: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે, આજે ગુરુવારે તેઓ બનાસકાંઠા જિલ્લામાં પહોંચ્યા હતા. પાટીલે સવારે જગત જનની માતા અંબાના ધામમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ પાલનપુર પહોંચ્યા હતા.

પાલનપુર ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સી.આર. પાટીલનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બીજી તરફ છેલ્લા ઘણા સમયથી NSUIના વિદ્યાર્થીઓ દ્વારા ફી મુદ્દે સરકાર વિરુદ્ધ આંદોલનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે, સીઆર પાટીલના આગમન સમયે NSUIના વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા 10 કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

સી.આર. પાટીલ પાલનપુર બાદ ડીસા પહોંચ્યા હતા. પાટીલને જોવા માટે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ તરફ બનાસકાંઠા યુવા મોરચા દ્વારા રક્તતુલાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં રક્તની બોટલોથી સીઆર પાટીલની રક્તતુલા કરાઇ હતી.

રક્તતુલા કરાયા બાદ જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા અંબે માતાની મૂર્તિ, સાફો તેમજ પુષ્પની માળાથી સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ પાટીલ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા બેઠકની શરૂઆત કરવામાં આવી હતી.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષનો બનાસકાંઠાનો પ્રવાસ

બેઠકમાંં સીઆર પાટીલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં યોજાનારી ભાજપની ચૂંટણીમાં જેસીબી મશીન દ્વારા કોંગ્રેસના સુપડા સાફ કરવાના છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓની મહત્વની ભૂમિકા રહેશે. કોઈપણ પ્રકારના ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ સર્જાયેલા હોય તો તે પૂરા કરી અને તમામ લોકોએ એકજૂથ થઈ ભાજપને જીત અપાવવાની છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, આગામી સમયમાં જ્યારે બનાસકાંઠાની બે મોટી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનારી છે. જેમાં ભાજપ ફરી વાર સત્તા પર આવે તે માટેના કાર્યકર્તાઓ દ્વારા આયોજન કરવાનું રહેશે. તેમજ દરેક ભાજપના કાર્યકર્તાઓએ લોકોના ઘર સુધી પહોંચી અને વધુમાં વધુ લોકો ભાજપ પાર્ટી સાથે જોડાય તે માટે આહવાન કરવા જણાવ્યું હતું.

આજે યોજાયેલી આ બેઠકમાં ભાજપ પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 70માં જન્મદિવસ નિમિત્તે તમામ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા 70 વૃક્ષ વાવી તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો એ ખેતી આધારિત જિલ્લો છે. ત્યારે સીઆર પાટીલે આજે બેઠક સંબોધતા ખેડૂતોને પણ યાદ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં અનેક વિવાદો વચ્ચે આજે સીઆર પાટીલની રેલી યોજાઈ હતી. અંબાજીથી નીકળેલી સીઆર પાટીલની રેલીનો વિરોધ પાલનપુરની જ શરૂ થયો હતો. જ્યાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ફી માફ કરવા મુદ્દે સીઆર પાટીલની રેલીનો વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે બીજી તરફ ડીસા શહેરમાં પણ છેલ્લા ઘણા સમયથી ગૌ શાળાના સંચાલકો દ્વારા ગાયની સહાય મુદ્દે સરકાર વિરુદ્ધ આંદોલનનો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી તેમની માંગ ન સંતોષાતાં આજે ગુરુવારે ગૌ શાળાના સંચાલકોને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા અને તમામ ગૌશાળા આગળ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પટેલ જ્યારે ડીસાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે, ભાજપના કાર્યકર્તાઓને જાણે કોરોના વાઇરસથી કોઇપણ ડર ન હોય તેમ સ્વાગત માટે મોટી ભીડ ભેગી કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભીડ એકત્ર કરવામાં આવતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

તમને જણાવી દઇએ કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જ્યારે બેઠકમાં પ્રવેશ કર્યો ત્યારે તસ્કરોને જાણે ભીડનો સારો લાભ મળી ગયો હોય તેમ પાંચ લોકોના મોબાઈલ અને પાકીટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ડીસા શહેર ભાજપ મહામંત્રીનું પાકીટ અને મોબાઈલની ચોરી થતા મુદ્દો ચર્ચાએ ચડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.