ETV Bharat / state

ગ્રામીણ વિસ્તાર છોડી હવે તીડનું આક્રમણ શહેરી વિસ્તારમાં - banaskatha samachar

બનાસકાંઠાઃ  જિલ્લામાં હજુ પણ તીડનું આક્રમણ યથાવત છે અને રોજ અલગ-અલગ વિસ્તારમાં નવા આવતા તીડના ઝુંડ ખેતી પાક પર આક્રમણ કરતા હતા. જેનાથી ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે હવે તીડ ગ્રામીણ વિસ્તાર છોડી અને શહેરી વિસ્તાર તરફ આવતા ખેડૂતો ઉપર મોટી આફત સર્જાઇ છે.

etv bharat
ગ્રામીણ વિસ્તાર છોડી હવે તીડનું આક્રમણ શહેરી વિસ્તારમાં
author img

By

Published : Dec 23, 2019, 9:29 PM IST

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 12 દિવસથી તીડે હાહાકાર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધી વાવ તાલુકાના 10, સુઈગામના 8 અને લાખણીના ચાર ગામડાઓમાં તીડે ભારે નુકશાન કર્યા બાદ હવે ડીસા, પાલનપુર અને ધાનેરા પંથકમાં દસથી વધુ ગામોમાં તીડ આતંક મચાવી રહ્યાં છે. અત્યાર સુધી તીડ નિયંત્રણ વિભાગની પાંચ ટીમો દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ખેતીવાડી વિભાગ પણ 18 ટીમો કામે લાગી હતી, તેમ છતાં પણ તીડનું આક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સતત દવાઓના છંટકાવ બાદ તીડ 52, 80 ટકા જેટલો કાબુ મેળવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું,

ગ્રામીણ વિસ્તાર છોડી હવે તીડનું આક્રમણ શહેરી વિસ્તારમાં

તીડે આક્રમણ કરતા ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે અવનવા પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં મોટાભાગે ખેડૂતો ઘરમાં રહેલા વાસણોનો ખખડાવીને તેને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે, તો આ સિવાય કેટલીક જગ્યાએ ધુમાડો પણ કરી રહ્યા છે, ક્યાંક ઢોલ વગાડી રહ્યા છે, તો ક્યાંક ભાડેથી ડીજે લાવીને તેના અવાજથી તીડને ભગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આટલું જ નહીં પરંતુ ખેડૂતો આવ નવા કિમિયા પણ અજમાવી રહ્યા છે, તીડ પર નિયંત્રણ મેળવી શકાય તેમ નથી, ત્યારે સરકાર તાત્કાલિક હેલિકોપ્ટર મોકલી અને તીડો પર દવાનો છંટકાવ કરવામાં આવે તો જ આ તીડ પર કાભુ મેળવી શકાય તેમ છે.

અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં એરંડા, જીરુ, રાયડો જેવા પાકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બેઠા થવાનો પ્રયાસ કરે છે અને કુદરતી આફત આવી પડે છે, પડતા પર પાટુ સમાન કુદરતી આફત આવી પડે છે, ત્યારે હવે સરકાર પણ ખેડૂતોનીઆ વેદના સમજી તિડના ત્રાસમાંથી જલ્દી મુક્તિ અપાવે ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.23 12 2019

એન્કર... બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ તિડનું આક્રમણ યથાવત છે. અને રોજ અલગ-અલગ વિસ્તારમાં નવા આવતા તિડના ઝુંડ ખેતી પાક પર આક્રમણ કરતા ખેડૂતો હવે ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે હવે તીડ ગ્રામીણ વિસ્તાર છોડી અને શહેરી વિસ્તાર તરફ આવતા ખેડૂતો ઉપર મોટી આફત સર્જાઇ છે અને હાલ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ગુજરાત સરકાર આ તીડ પર નિયંત્રણ લાવે નહિતર ખેડૂતોને મોટું નુકસાન થવાની દહેશત જોવા મળી રહી છે...

Body:વિઓ... બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૨ દિવસથી તીડે હાહાકાર મચાવ્યો છે. જેમાં અત્યાર સુધી વાવ તાલુકાના 10, સુઈગામના 8 અને લાખણીના ચાર ગામડાઓમાં તીડે ભારે નુકશાન કર્યા બાદ હવે ડીસા, પાલનપુર અને ધાનેરા પંથકમાં દસથી વધુ ગામોમાં તીડ આતંક મચાવી રહ્યા છે અત્યાર સુધી તીડ નિયંત્રણ વિભાગની પાંચ ટીમો દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય ખેતીવાડી વિભાગ પણ 18 ટીમો કામે લાગી હતી તેમ છતાં પણ તીડનું આક્રમણ ઘટવાને બદલે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. સતત દવાઓના છંટકાવ બાદ તીડ પર ૮૦ ટકા જેટલો કાબુ મેળવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું હતું જોકે ફરી પાછું આજે વહેલી સવારથી જ તીડના નવા જૂન એક પછી એક ગામોને બાનમાં લેતા ખેડૂતો ચિંતાતુર બની ગયા છે આજે વહેલી સવારથી જ ડીસા તાલુકાના કંસારી, જેરડા અને યાવરપુરા સહિતના ગામોમાં તીડે પાક પર આક્રમણ કર્યું હતું તો ધાનેરામાં પણ બે ગામોમાં પણ તીડ આક્રમણ કરતા ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે આવા પ્રયાસો હાથ ધર્યા છે જેમાં મોટાભાગે ખેડૂતો ઘરમાં રહેલા વાસણોનો ખખડાવીને તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સિવાય કેટલીક જગ્યાએ ધુમાડો પણ કરી રહ્યા છે ક્યાંક ઢોલ વગાડી રહ્યા છે તો ક્યાંક ભાડેથી ડીજે લાવીને તેના અવાજથી તીડ ને બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આટલું જ નહીં પરંતુ ખેડૂતો આવ નવા કિમિયા પણ અજમાવી રહ્યા છે જેમાં ડીસા તાલુકાના કંસારી અને ઝેરડા ગામે તો ખેડૂતો બાઈક અને ટ્રેક્ટર પરથી સાયલેન્સર કાઢી ખેતરમાં ટ્રેક્ટર પહેરી તેના આવવાથી તીડને ભગાડી રહ્યા છે. ત્યારે આ બાબતે આ ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકારે તાત્કાલિક ધોરણે આ બાબતે ધ્યાન આપવું જોઈએ અને ચાર ટીમો બનાવી જે પ્રમાણે તીડ પર નિયંત્રણ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેનાથી તીડ પર નિયંત્રણ મેળવી શકાય તેમ નથી ત્યારે સરકાર તાત્કાલિક હેલિકોપ્ટર મોકલી અને તીડો પર દવાનો છંટકાવ કરવામાં આવે તો જ આ તીડ પર કાભુ મેળવી શકાય તેમ છે. તો બીજી તરફ ઝેરડા ગામે કાળુભાઈ નામના ખેડૂતે ઉછીના પૈસા લઈ પોતાના ખેતરમાં રાજગરા અને રાયડાનું વાવેતર કર્યું હતું પરંતુ આ તીડના આક્રમણ થી આ ખેડૂતના ખેતરમાં થોડો પણ પાક બચ્યો નથી ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે આવા ખેડૂતોને કંઈક મદદ કરે તેવો હાલ ખેડૂતો જણાવી રહ્યા છે...

બાઈટ.. રમેશભાઈ માળી
( ખેડૂત )

બાઈટ.. કિશોરભાઈ સોલંકી
( ખેડૂત )

બાઈટ...કાળુભાઇ સુથાર
( ખેડૂત )

Conclusion:વિઓ... છેલ્લા દસ દિવસથી બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં તીડોએ આક્રમણ કર્યા બાદ હવે આ તીડ હવે શહેરી વિસ્તાર તરફ વળ્યા છે એક તરફ તંત્ર તીડ પર મોટા ભાગે નિયંત્રણ કર્યો હોવાના દાવા કરી રહી છે તો બીજી તરફ ડીસા-પાલનપુર અને ધાનેરામાં રોજે રોજ અલગ અલગ ગામોમાં તીડના ચૂંટણીના આક્રમણ થઈ રહ્યા છે જેના કારણે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં એરંડા જીરુ રાયડો જેવા પાક ને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માં બેઠા થવાનો પ્રયાસ કરે છે અને કુદરતી આફત આવી પડે છે અને પડતા પર પાટુ સમાન કુદરતી આફત આવી પડે છે ત્યારે હવે સરકાર પણ ખેડૂતોની આ વેદના સમજી તિડના ત્રાસમાંથી જલ્દી મુક્તિ અપાવે ખેડૂતો ઇચ્છી રહ્યા છે...

રોહિત ઠાકોર વન ટુ વન

રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.